‘વરઘોડો’ તો જોયો હશે પણ અહીં નીકળ્યો ‘વરહાથી’, જોવા ઉમટી પડ્યું આખું ગામ

ભુજ: ગુજરાતમાં અનૂસુચિત જાતિ સમાજના વરરાજા વરઘોડો કાઢતાં કેટલાક તત્વોએ વરઘોડાને રોક્યો હતો અને ઘણી જગ્યાએ તો પથ્થર મારો પણ કર્યો હતો જેના કિસ્સાઓ હાલમાં તાજા છે. જ્યારે છેલ્લા 15 દિવસમાં ચાર જેટલા બનાવ બન્યા છે. જોકે કચ્છના ભચાઉમાં અનૂસુચિત જાતિન યુવાને હાથી પર સવારી કરીને પરણવા નીકળતં જ તે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો.

ભચાઉના સામખિયાળીમાં લગ્નમાં દલિત યુવાને વરઘોડો નહીં પણ હાથી પર સવારી કરીને વરરાજા પરણવા પહોંચ્યો હતો જે આકર્ષકનું કેન્દ્ર બન્યો હતો. વરરાજા ધામધૂમથી હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો હતો જ્યાં જાનૈયાએ પણ ભરપૂર ડાન્સ કર્યો હતો.

વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો હતો. જેની સાથે જાનૈયાઓ પણ જોડાયા હતાં.

વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

વરરાજા હાથી પર સવાર થઈને પરણવા પહોંચ્યો ત્યારે ગામના લોકો જોવા ઉમટી પડ્યાં હતાં.

હાથી પર સવાર થઈને નિકળેલા વરઘોડામાં વરરાજા પર જાનૈયાઓએ પૈસાની બંડ્ડલ ઉછાળ્યાં હતાં તેવું તસવીરમાં જોવા મળી રહ્યું છે.

હાથી પર નિકળેલા વરરાજાના લોકોએ મોબાઈલ ફોટો પાડ્યાં હતાં. આ તસવીરો હાલ વાયરલ થઈ છે.