પેટની ચરબી માખણની જેમ ફટોફટ ઓગળશે, રોજ કરો માત્ર આ ત્રણ વસ્તુઓ

અમદાવાદઃ જ્યારે તમારું થોડું થોડું વજન વધે તો તમે તેના પર ધ્યાન આપતા નથી પરંતુ જ્યારે વજન વધુ પડતું વધી જાય પછી ઘટાડવા માટે અનેક ઉપાયો અજમાવે છે. ખાસ કરીને પેટની ચરબી ઘટાડવા માટે અનેક પ્રયાસો કરે છે પરંતુ તે સહજતાથી ઘટતી નથી. આવામાં અમે પેટની ચરબી ઓછી કરવા માટે અમે એવી એક્સરસાઈઝ બતાવીશું, જે કરવાથી તમે હેલ્થી રહેશો અને પેટની ચરબી ઝડપથી ઘટશે. પેટની ચરબી વધારે હોય ગંભીર પ્રકારના રોગ પણ થઈ શકે છે. જો તમે બેલી ફેટને કંટ્રોલ નહીં કરો તો આગળ જઈને આ જોખમી સાબિત થઈ શકે છે.

પ્લેન્ક કરવાથી ફાયદો થશેઃ પ્લેન્ક એક્સરસાઈઝ વજન ઘટાડવા માટે અસરકારક સાબિત થાય છે. પ્લેન્ક ફૂલ બોડી વર્કઆઉટ છે. આ તમારી પીઠ, છાતી તથા ખભાને ફિટ રાખે છે. સૌથી સારી વાત એ છે કે જો તમે પ્લેન્ક કરતા હોવ તો પેટની માંસપેશીઓ ટાઈટ રહે છે. જોકે, પ્લેન્ક કરતા સમયે પોઝિશનનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે ખોટી પોઝિશન હોય તો નુકસાન થઈ શકે છે. આથી ક્યારેય પીઠ ઝુકાવીને રાખવી જોઈએ નહીં. જમીનને સમાંતર પીઠ રાખવી.

પેટની ચરબી માટે યોગ છે કમાલનાઃ યોગમાં બ્રિજ પોઝની ભલામણ કરવામાં આવે છે, આ બેસ્ટ વર્કઆઉટ છે. આનું પરિણામ બહુ ઝડપથી જોવા મળે છે. આ માટે પીઠના બળ માટે સૂઈ જાવ, ઘુંટણને વાળો અને સંતુલન માટે પોતાના હાથને જમીન પર રાખો. શરીરને ઉપર ઉઠાવો. ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગણતરી કરો. આમ કરવાથી એકાગ્રતા વધે છે.

વી-અપ એક્સરસાઈઝઃ વી-અપ વર્કઆઉટ એક લાભદાયી એક્સરસાઈઝ છે, જે બેલી ફેટ ઘટાડી શકે છે. આટલું જ નહીં તેનાથી વજન પણ ઘટે છે અને બોડીને શેપ આપવામાં મદદ મળે છે.

(નોંધઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય માહિતી માટે છે. આ કોઈ પણ રીતે દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશાં ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો)