મુંબઈના રસ્તામાં બેકલેસમાં જોવા મળી જાહન્વી, કામણગારા અંદાજથી કર્યાં કાયલ

બોલિવૂડ એક્ટ્રસ જાહ્નવી કપૂર હાલમાં જ મુંબઈમાં સ્પોટ થઈ હતી. આ દરમિયાન જાહ્નવી ખૂબ જ ડેરિંગ અંદાજમાં મુંબઈમાં જોવા મળી હતી. જાહ્નવી કપૂરના આ દરમિયાન કેટલાક ફોટો અમે તમને બતાવીએ.

જાહ્નવી કપૂર આ દરમિયાન પોતાની અપકમિંગ ફિલ્મ રુહીના પ્રમોશન માટે નીકળી હતી.

આ દરમિયાન જાહ્નવી કપૂરનો બેકલેસ લુક પર લોકોની નજર હતી.

તો જાહ્નવી કપૂરે પણ પોતાનો બેક ફ્લોન્ટ કર્યો હતો. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે, આ દરમિયાન જાહ્નવી કપૂરે સિલ્વર બેકલેસ ટોપ સાથે પિંક ટ્રાઉઝર પણ પહેર્યું હતું.

આ દરમિયાન જાહ્નવી કપૂર સાથે એક્ટર વરુણ શર્મા પણ જોવા મળ્યો હતો.

ફોટોમાં તમે જોઈ શકો છો કે, આ દરમિયાન વરુણ શર્મા પણ જાહ્નવીની સુંદરતાને જોઈ રહ્યો હતો.

જાહ્નવી આ પહેલાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ફિલ્મ ગુંજન સક્સેના – ધી કારગિલ ગર્લમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે પોતાની દમદાર એક્ટિંગને લીધે ખૂબ જ ચર્ચામાં રહી હતી.

અત્યારે જાહ્નવી પોતાની જલદી રિલીઝ થનાપી ફિલ્મ રુહીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

ફેશન ગેમનો પોઇન્ટ કરવા માટે જાહ્નવી કપૂર દરેક પાસેથી ટિપ્સ લે છે. ઘણાં ઓછા સમયમાં જાહ્નવી કપૂરે ખુદને ફેશન ટ્રેન્ડસેટર તરીકે સ્થાપિત કરી દીધી છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી કપૂરે હાલમાં ગુલ લક જેરીનું પહેલું શેડ્યુલ પુરુ કર્યું છે.

આ સાથે સાઉથ સ્ટાર નયનતારા અભિનીત તમિલ ફિલ્મ કોલામાવુ કોકિલાની રીમેક છે. આ ઉપરાંત જાહ્નવી દોસ્તાના 2માં પણ કામ કરી રહી છે તે કાર્તિક આર્યન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.