પ્રેગ્નેન્ટ કરીના કપૂર પતિ સૈફ સાથે નવા ઘરમાં થઈ શિફ્ટ, સામે આવી અંદરની તસવીર

પોતાના બીજા બાળકને જન્મ આપ્યા પહેલા અભિનેત્રી કરીના કપૂર ખાન નવા ઘરમાં શિફ્ટ થઈ ગઈ છે. જૂના ઘરની નજીકમાં જ આ નવું ઘર આવેલું છે અને જૂના ઘર કરતાં આ ઘર પ્રમાણમાં મોટું છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર આ નવા ઘરની પહેલી ઝલક બતાવી છે. કરીનાએ ઘરની તસવીર શેર કરતાં લખ્યું હતું કે, નવી શરૂઆતના દ્વાર.

કરીના કપૂર દ્વારા શેર કરવામાં આવેલી તસવીર એક રૂમની છે જેમાં એક બેડ, ડાર્ક હાર્ડવુડ ફ્લોર, ગ્રીન પૈનલિંગની સાથે ગ્લાસ ડોર અને ટેરેસ એરિયા જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત દિવાલ પર મોટી ફ્રેમમાં કરીના, સૈફ અને પુત્ર તૈમુરની ઘણી સારી તસવીરો જોવા મળી રહી છે. કરીનાના આ નવા ઘરની ઝલક જોઈને ચાહકોએ શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે, વાહ શું સુંદર ઘર છે. તમને નવા ઘરની શુભેચ્છા!

આ ઘરને લઈને કરીનાએ ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને જૂના ઘર સાથે બહુ જ સંબંધ છે પરંતુ બીજા બાળકના જન્મ પહેલા તેને ઘણી નવી જરૂરિયાત હતી જેના કારણે તેણે ઘરને નવા ઘરમાં શિફ્ટ થવું પડ્યું. નવા ઘરમાં આવનાર બાળક માટે નર્સરી, તૈમુર માટે પોતાનું સ્પેસ પણ છે કારણ કે તે હવે મોટો થઈ રહ્યો છે. આ ઉપરાંત જૂના ઘરના પ્રમાણમાં નવું ઘર બહુ મોટું લાગી રહ્યું છે. નવા ઘરમાં સ્વિમિંગ પુલ, આઉટડોર એરિયા, ઓપન સ્પેસ અને બધાં માટે અલગ-અલગ રૂમ પણ છે.

પ્રેગ્નેન્ટ કરીના કપૂર ખાન જલ્દી જ પોતાના બીજા બાળકને જન્મ આપવાની છે હાલ કરીનાને 7 મહિના જાય છે. થોડા દિવસ પહેલાં જ બીજા બાળકનું સ્વાગત કરવા કરીના તડામાર તૈયારીઓ કરી રહી છે. ડિલીવરી પહેલાં લાગે છે કે, કરીના પોતાના બીજા બાળક માટે રૂમની પ્રોપર ડિઝાઈનિંગ કરાવવા માંગે છે. અભિનેત્રીએ રૂમની ડિઝાઈનિંગ કરાવતી હોય તેવી એક ઝલક પણ જોવા મળી હતી જેમાં તેણે આ પોતાના ડ્રીમ હાઉસ કહ્યું છે.

કરીના પોતાની પસંદવાળી ડિઝાઈનર સાથે રૂમમાં ઉભી રહીને ઈન્સ્ટ્રક્શન આપતી જોવા મળી રહી છે. આ સાથે તેણે લખ્યું હતું કે, બીજીવાર પોતાના ફેવરેટ ડિઝાઈનરની સાથે…ડ્રીમ હોમ…’. તેની આ રૂમમાં બુકથી ભરેલા કબાટ પણ છે. ગયા વર્ષે કરીના કપૂર અને સૈફ અલી ખાને સોશિયલ મીડિયા પર પ્રેગ્નેન્સીની માહિતી આપી હતી.

નોંધનીય છે કે, પ્રેગ્નેન્ટ કરીના નવા ઘરમાં શિફ્ટ થઈ તે પહેલાં જ પાંચ ખાસ મિત્રોએ જૂના ઘરમાં પાર્ટી કરી હતી જેમાં કરીના, મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરીશ્મા કપૂર અને અન્ય એક મિત્ર હતી. થોડા દિવસ પહેલાં જ જૂના ઘરમાં પાર્ટી કરી હતી જેની તસવીર સામે આવી હતી.