ન્યુ યર પાર્ટીમાં મલાઈકા અરોરા અને પ્રેમી અર્જૂનનો આવો હતો શાહી અંદાજ, જુઓ તસવીરો

બોલિવૂડના સ્ટાર્સે અલગ-અલગ જગ્યાએ નવા વર્ષની ઉજવણી કર હતી ત્યારે બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા ગોવામાં ન્યુયર પરિવાર સાથે સેલિબ્રેશન કર્યું હતુ. આ દરમિયાન મલાઈકાનો પ્રેમી અર્જૂન કપૂર પણ જોવા મળ્યો હતો. મલાઈકાએ ખૂબ જ જુસ્સા સાથે 2020ને અલવિદા કહ્યું હતું અને નવા વર્ષ 2021નું ભવ્ય સ્વાગત કર્યું હતું. નવા વર્ષની શરૂઆતની સાથે જ મલાઈકાએ પ્રેમી અર્જુન સાથે તસવીર શેર કરી હતી જે બહુ વાયરલ થઈ હતી.

મલાઈકા અને અર્જુન હવે પોતાના પ્રેમને ખુલીને સ્વીકારી રહ્યાં છે ત્યારે અભિનેત્રી નવા વર્ષે અર્જુન સાથેની તસવીરો પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘નવો દિવસ. નવુ વર્ષ…2021’. આ તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી અને ચાહકોને પણ બહુ જ પસંદ આવી હતી.

તસવીરમાં મલાઈકા અરોરાએ સિલ્વર રંગો પાવર સૂટ પહેર્યો હતો જ્યારે કેઝ્યુઅલ પ્રિન્ટેડ શર્ટમાં પ્રેમી અર્જૂન એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો. મલાઈકાની આ પોસ્ટ પર તેની ખાસ ફ્રેન્ડ કરીના કપૂર ખાને પણ કમેન્ટ કરી હતી. કરીનાએ કમેન્ટમાં લખ્યું હતું કે, મારા બે ફેવરિટ વ્યક્તિઓ….આજનું મેનુ શું છે?

મલાઈકા અરોરા અને પ્રેમી અર્જુનની સાથે ગોવામાં બહેન અમૃતા અરોરા અને તેનો પતિ શકીલ લદ્દાક સહિત બાળકો પણ મજા માણી રહ્યાં છે. જ્યારે મલાઈકા અને અર્જુને પરિવાર અને મિત્રો સાથે ન્યૂ યરની એક દિવસ પહેલાં જ પાર્ટીની મજા માણી હતી. મલાઈકા અરોરાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પાર્ટીની ઝલક બતાવી હતી. આ સાથે જ પૂરા પરિવાર અને અર્જુન કપૂર સાથેની તસવીર પોસ્ટ કરી હતી.

મલાઈકા અરોરા અને તેનો પરિવાર ગોવામાં આવેલી અમૃતા-શકીલના આલિશાન વિલામાં ક્રિસમસ અને ન્યૂ યરની પાર્ટીની મજા માણી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ અર્જુન કપૂરે વિલાની ઝલક બતાવતી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. અર્જુને તસવીરો શેર કરતાં લખ્યું હતું, જ્યારે તમારું મન ઘરે પાછા જવાનું ના કરે…અમૃતા અરોરા અને શકીલ લદાક તમારું ઘર કેટલું સુંદર છે. ગોવામાં આનાથી વધુ સારું હોલિડે હોમ નહીં હોય.

મલાઈકા અરોરા પોતાના દીકરા અને પરિવારના બાકીના સભ્યો સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. જેની તસવીરો મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. તસવીરોમાં મલાઈકા, દીકરો અરહાન, અમૃતા, શકીલ અને તેમના બાળકો તેમજ મલાઈકા-અમૃતાના પેરેન્ટ્સ જોવા મળે છે. મલાઈકા અરોરાની ગોવા વેકેશનની વિવિધ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.