વર્કઆઉટ કર્યા બાદ ટી શર્ટ ઉતારીને મલાઈકા અરોરા લૂછવા લાગી પરસેવો, તસવીરોમાં ખાસ

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા હાલમાં જ વર્કઆઉટ બાદ પોતાની કારમાં બેસતી જોવા મળી હતી. જોકે, આ વખતે મલાઈકાની ખાસ તસવીરો અમે તમારી માટે લઈને આવ્યા છીએ. તસવીરોમાં જોઈને તમે પણ કહેશો કે આવું પણ કરે લોકો! ઉલ્લેખનીય છે કે મલાઈકા ફિટનેસ અંગે ઘણી જ સજાગ છે. તેણે પોતાના યોગ ક્લાસ પણ શરૂ કર્યાં છે.

જીમની બહાર જોવા મળેલી મલાઈકાના ગળા પર સ્વેટશર્ટ લટકતો હતો. વાસ્તવમાં મલાઈકાએ સ્વેટશર્ટ પહેર્યો હતો. જોકે, વર્કઆઉટ બાદ મલાઈકાને પરસેવો વળતા તેણે સ્વેટશર્ટ કાઢીને પરસેવો લૂછ્યો હતો. મલાઈકાના આ અંદાજને કેમેરામાં ક્લિક કરવા માટે ચારેબાજુ ભીડ જમા થઈ ગઈ હતી. આટલું જ નહીં ફોટોગ્રાફર્સ તો અલગ હતાં. પરસેવાથી રેબઝેબ થયેલી મલાઈકા ઝડપથી કારની તરફ ભાગી હતી.

મલાઈકાએ કોરોનાથી બચવા માટે માસ્ક પહેર્યો હતો અને તેના હાથમાં પાણીની બોટલ હતી. 48 વર્ષ થયા છતાંય મલાઈકાની ફિટનેસ ચર્ચાનું કારણ છે. તે એક પણ રીતે 48ની લાગતી નથી. અનલૉકમાં જ્યારે જીમ શરૂ થયા પછી મલાઈકા એક પણ દિવસ ચૂક્યા વગર નિયમિત રીતે વર્કઆઉટ કરે છે.

મલાઈકા સો.મીડિયામાં પણ વર્કઆઉટ તથા યોગની તસવીરો અને વીડિયો શૅર કરતી હોય છે. મલાઈકા અને અર્જુનના સંબંધો પણ ચર્ચાનું કેન્દ્ર છે. અર્જુન પ્રેમિકા મલાઈકા કરતાં 11 વર્ષ નાનો છે. માનવામાં આવે છે કે મલાઈકા તથા અર્જુન આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે.

મલાઈકા ગયા વર્ષે કોરોના પોઝિટિવ હતી. આ સમયે અર્જુનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. બંને એક જ ઘરમાં હોમ ક્વૉરન્ટીન રહ્યાં હતાં. મલાઈકા છેલ્લાં ઘણાં સમયથી બોલિવૂડ ફિલ્મમાં જોવા મળી નથી. જોકે, તે ટીવી પર રિયાલિટી શોમાં જજ તરીકે જોવા મળે છે.