માર્ચ મહિનામાં ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન, આ પાંચ રાશિઓએ સંભાળીને રહેવું નહીંતર…

અમદાવાદઃ વર્ષ 2020નો ત્રીજો મહિનો એટલે કે માર્ચની શરૂઆત થઈ ગઈ છે. માર્ચમાં અનેક મોટા ગ્રહનું રાશિ પરિવર્તન થવાનું છે, જેમાં મુખ્ય રીતે સૂર્ય, મંગળ, ગુરુ તથા શુક્ર પોતાની રાશિ બદલશે. મંગળ 22 માર્ચે ધનમાંથી મકરમાં, 14મીએ સૂર્ય કુંભમાંથી મીનમાં, શુક્ર 2 માર્ચે મેષ રાશિમાંથી વૃષભમાં અને ગુરુ 30 માર્ચે ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. ચાર મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન કેટલાંક જાતકો માટે શુભ તો કેટલાંક માટે અશુભ સાબિત થશે.

મેષઃ માર્ચ મહિનો ફાયદાકારક રહેશે નહીં. સાવધાની રાખવી.

વૃષભઃ લેવડ-દેવડમાં સંભાળીને રહેવું. કોઈ મોટું નુકસાન થાય તેવી શક્યતા છે. નોકરી તથા બિઝનેસમાં આ મહિનો તમારા માટે શુભદાયી છે.


મિથુનઃ પરિવારમાં બીમારીઓને કારણે તમે આખો મહિનો મુશ્કેલીઓ રહેશે. ધનને લઈને આ જાતકોને કોઈ રીતની મુશ્કેલી રહેશે નહીં.


કર્કઃ આ મહિને ખુશખબરી આવશે, જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યાં છો. જે જાતકો નોકરી શોધે છે, તેમને આ મહિને નોકરી મળી જશે.


સિંહઃ આ મહિનો શુભ રહેશે. પરિવારમાં મનમેળાપ વધશે.


કન્યાઃ આર્થિક સ્થિતિ સારી રહેશે. મિત્રો દરેક પરિસ્થિતિમાં સાથ આપશે.


તુલાઃ નવા લોકો સાથે મુલાકાત થશે. વેપાર કરનાર જાતકો માટે કોઈ નવા પ્રોજેક્ટમાં રોકાણનો ઉત્તમ સમય છે.


વૃશ્ચિકઃ આ મહિના એવરેજ રહેશે. કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.


ધનઃ તમારા માટે આ મહિનો મુશ્કેલીભર્યો રહેશે. વેપાર તથા પારિવારિક મામલે કોઈ મોટી સમસ્યા રહેશે.


મકરઃ ધન સંબંધીત મામલે સાવધાની રાખવી, ધન હાનિ યોગ બની રહ્યો છે.


કુંભઃ આ મહિનો તમારા માટે લકી છે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.


મીનઃ માન-સન્માનમાં વૃદ્ધિ થશે. વેપાર સારો ચાલશે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે.