આ છે અનુપમાનો રિયલ લાઈફ ‘વનરાજ’, લગ્ન પહેલાં પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું અફેર

મુંબઈઃ લોકપ્રિય ટીવી સીરિયલ ‘અનુપમા’ છેલ્લાં સાત મહિનાથી ટીઆરપી રેસમાં ટોચ પર છે. શોમાં અનુપમાનો રોલ જાણીતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી પ્લે કરી રહી છે. આ સીરિયલમાં રૂપાલીનું પાત્ર ઘણું જ સ્ટ્રોંગ છે. તે પૂરી હિંમત તથા જુસ્સાથી પરિવારને તૂટતા બચાવતી જોવા મળે છે. સીરિયલમાં અનુપમાના પતિનું પાત્ર સુધાંશુ પાંડેએ પ્લે કર્યુ છે. અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીના રિયલ લાઈફ હસબન્ડની વાત કરીએ તો તેનું નામ અશ્વિન કે વર્મા છે.

રૂપાલી ગાંગાલુએ આઠ વર્ષ પહેલાં એટલે કે 6 ફેબ્રુઆરી, 2013ના રોજ અશ્વિન વર્મા સાથે લગ્ન કર્યા હતા. તેમને એક દીકરો રૂદ્રાંશ છે. રૂપાલી પતિ અશ્વિનને લગ્ન પહેલાં 12 વર્ષથી ઓળખતી હતી. તેઓ બેસ્ટ ફ્રેન્ડ હતાં. જોકે, રૂપાલી-અશ્વિન મિત્રતાના સાત વર્ષ પછી એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. તેમની વચ્ચે પાંચ વર્ષ સુધી અફેર રહ્યું હતું અને પછી તેમણે લગ્ન કર્યાં હતાં. એક ઈન્ટરવ્યૂમાં રૂપાલીએ કહ્યું હતું કે તે અશ્વિનને અન્ય કોઈ સાથે લગ્ન કરતો જોઈ શકે તેમ નહોતી. તે બંનેએ એકબીજાને ક્યારેય પ્રપોઝ કર્યું નહોતું.

રૂપાલી તથા અશ્વિનના લગ્ન એકદમ સાદગીથી થયા હતા. બંનેએ કોર્ટ મેરેજ કર્યાં હતાં. લગ્ન માટે રૂપાલીએ કોર્ટમાં લાંબો સમય રાહ જોવી પડી હતી. વાસ્તવમાં અશ્વિન કોર્ટનો રસ્તો જ ભૂલી ગયો હતો. તેને કોર્ટ શોધતા ઘણી જ વાર લાગી હતી. તેને માંડ માંડ કોર્ટનો રસ્તો મળ્યો અને પછી બંનએ કોર્ટમાં લગ્ન કર્યાં હતાં.

રૂપાલીનો પતિ લગ્ન પહેલાં અમેરિકામાં રહેતો હતો. અહીંયા તે એડ ફિલ્મ બનાવતો હતો. રૂપાલીના મતે લગ્ન બાદ તેના પતિએ અમેરિકન કંપની માટે કામ કરતો હતો. જોકે, હાલમાં રૂપાલી પતિ, દીકરા તથા સાસુ સાથે મુંબઈમાં જ રહે છે. રૂપાલીના મતે, તેનો પતિ અશ્વિર ઘણો જ સપોર્ટિવ છે. શોમાં ભલે તેનો પતિ વનરાજ એકદમ ગુસ્સાવાળો અને જક્કી હોય પરંતુ રિયલ લાઈફમાં તે પતિ વગર ક્યારેય આટલી આગળ આવી શકી ના હોત. તે પોતાને ઘણી જ નસીબદાર માને છે.

ત્રણ વર્ષ પહેલાં રૂપાલી પર જાનલેવા હુમલો થયો હતો. આ સમયે તે પોતાની કારમાં દીકરાને સ્કૂલે મૂકવા જતી હતી. રૂપાલીના મતે, સિગ્નલ પર તેની કાર ઊભી હતી અને દીકરાએ મોબાઈલ લેવા માટે જીદ કરી હતી. આ સમયે તેનો પગ બ્રેકથી હટી ગયો અને કાર આગળ ઊભેલા બાઈકને અડી ગઈ હતી. આ વાત પર બાઈક પર બેઠેલા બે લોકો નીચે ઊતરીને તેને ગંદી ગાળો આપવા લાગ્યા હતા. તેમણે બોનેટને લાત મારી હતી. તેણે માફી પણ માગી હતી. જોકે, કોઈએ તેની વાત સાંભળી નહોતી.

આટલું જ નહીં એક બીજા બાઈકવાળાએ રૂપાલીની કારની ફ્રન્ટ લેફ્ટ વિન્ડો તોડી નાખી હતી. ત્યારબાદ ગ્લાસના ટુકડા તેના મોં પર ફેંક્યા હતા. કેટલાંક ટુકડા તેને વાગ્યા અને લોહી પણ નીકળ્યું હતું. તેનો પાંચ વર્ષનો દીકરો એ હદે ડરી ગયો કે તે સ્કૂલે જવા તૈયાર નહોતો.

રૂપાલીએ કરિયરની શરૂઆત ‘સુકન્યા’ ટીવી સીરિયલથી કરી હતી. 2003માં ‘સંજીવની’ સીરિયલથી ઓળખ મળી હતી. આ સીરિયલમાં તેણે ડો. સિમરન ચોપડાનું પાત્ર ભજવ્યું હતું. રૂપાલીએ ‘સારાભાઈ વર્સિસ સારાભાઈ’માં મોનિશાનો રોલ કર્યો હતો. તેણે ‘પરવરિશ’, રિયાલિટી શો ‘ઝરા નચ કે દિખા’ તથા ‘ખતરો કે ખિલાડી 2’માં પણ ભાગ લીધો હતો. એનિમેશન ફિલ્મ ‘દશાવતાર’માં વોઈસ આપ્યો હતો.