પ્રેગ્નન્ટ હોવા છતાંય કરીના કપૂર પતિ સૈફ ને દીકરા તૈમુર સાથે ક્યાં ઉપડી?

મુંબઈઃ કરીના કપૂરે થોડાં દિવસ પહેલાં જ તેનો 40મો બર્થડે સેલિબ્રિટ કર્યો છે. સેલિબ્રેશન પછી પ્રેગ્નન્ટ કરીના તામ-ઝામ સાથે મુંબઈથી રવાના થઈ ગઈ છે. તેમની સાથે પતિ સૈફ અલી ખાન અને દીકરો તૈમૂર અલી ખાન પણ હતો. જોકે, કરીના પરિવાર સાથે મુંબઈના એરપોર્ટ પર જોવા મળી હતી. કરીના તેની અપકમિંગ ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ના શૂટિંગ માટે દિલ્હી જઈ રહી છે. રિપોર્ટ મુજબ કરીના આવતાં અઠવાડિયે આમિર ખાન સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. આ દરમિયાન તે તેના પરિવાર સાથે દિલ્હી નહીં પણ પટૌડી પેલેસમાં રહેશે.

એરપોર્ટ પરના સામે આવેલાં ફોટોમાં કરીના ફ્લોરલ પ્રિન્ટ ટૉપ અને મેચિંગ પલાઝોમાં જોવા મળી હતી. તો સૈફ અલી ખાન સફેદ કુર્તા પાયજામાં અને તૈમૂર કાળા કલરના ટી-શર્ટ અને જિન્સમાં જોવા મળ્યો હતો. આ દરમિયાન તૈમૂર થોડા હેરાન પણ હતો.

આમિર ખાનની ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું મોટાભાગનું શૂટિંગ થઈ ગયું છે. આ ફિલ્મના કેટલાક સિન્સને દિલ્હીમાં ફિલ્માવવામાં આવ્યાં છે. કરીના બીજીવાર મા બનવાના સમાચાર સામે આવતાં જ પ્રોડ્યુસરે ફિલ્મનું શૂટિંગ જલદી પુરું કરવાનો નિર્ણય લીધો છે.

સમાચારો મુજબ કરીના-સૈફ તેમના લગ્નની 11મી એનિવર્સરી ઓક્ટોબરમાં પટૌડી પેલેસમાં જ સેલિબ્રેટ કરવાની છે. આ અવસરે પરિવાર અને અન્ય મેમ્બર્સ સામેલ થઈ શકે છે.

ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’નું શૂટિંગ ઘણાં અઠવાડિયા ચાલવાની સંભાવના છે. એવામાં સૈફ અને કરીના આ દરમિયાન પટૌડી પેલેસમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. કરીના, પટૌડી પેલેસથી જ શૂટિંગ માટે પોતાની કારથી દિલ્હી આવશે-જશે.

સૈફ, કરીના સાથે તેમનો દીકરો તૈમૂર, તૈમૂરની નૈની, સૈફના અંગત સહાયક, જિમ ટ્રેનર પણ સાથે જશે. સૈફની મા શર્મિલા ટૈગોર પણ થોડાંક દિવસ તેમની વહુ, દીકરો અને પૌત્ર સાથે સમય પસાર કરશે.

પેલેસ મેનેજમેન્ટે સૈફ સાથે આવી રહેલાં તેમના સહાયકો અને મહેલ સ્ટાફનું તેમના આગમન પહેલાં કોરોના ટેસ્ટ કર્યો છે. સાથે જ દરેક કર્મચારિઓને આ દરમિયાન બહાર જવાની મંજૂરી હશે નહીં. આખા પેલેસને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. મુખ્ય પેલેસની પણ સાફ સફાઈ કરી દેવામાં આવી છે. ખાસ તો, સૈફે જિમ અને લાઇબ્રેરીમાં સમાન લાગાવવામાં આવ્યો છે.

હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં રણધીર કપૂરને પૂછવામાં આવ્યું હતું કે, તેમની દીકરી કરીનાને બીજા બાળક તરીકે દીકરો જોઈએ છે કે દીકરી? જેના પર તેમણે કહ્યું કે, ‘કોઈ પ્રાથમિકતા નથી, દીકરી હોય કે દીકરો.’ તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે માત્ર સ્વસ્થ બાળક બાળક ઈચ્છીએ છીએ. અને હું તમને જણાવી દવ કપૂર પરિવાર આ માટે ખૂબ જ એક્સાઇટેડ છે.’

થોડાં દિવસો પહેલાં નાના બનવાની ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘હું ખુસ છું પણ હું તો કરીનાને ઘણાં સમયથી કહેતો હતો કે, તૈમૂરને એક ભાઈ અથવા બહેનની જરૂર છે. જે તેની સાથે રમી શકે.’

એક ઇન્ટરવ્યૂમાં કરીનાએ તેમની પહેલી પ્રેગ્નન્સિ અંગે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘તૈમૂર સમયે જ્યારે હું પ્રેગ્નન્ટ હતી ત્યારે દરેક મને ખૂબ જ ખાવાનું કહેતાં હતા અને તેને લીધે મારું 25 કિલો વજન વધી ગયું હતું. હું ફરીથી તેવું કરવા માગતી નથી. મારે બસ હેલ્થી ખાવાનું અને ફિટ રહેવું છે.’

તેમણે વધુમાં કહ્યું, ‘મને લાગતું હતું કે પહેલી પ્રેગ્નન્સિ વખત દરેક લોકો કહેતાં હતાં કે, પરાઠા ખાવ, ઘી પીવો, દૂધ પીવો, પણ હવે હું કહું છું મારે પહેલાં મેં આ બધું કર્યું છે. હું જાણું છું કે મારી બોડીને શેની જરૂર છે.’