સલમાન ખાનને જીવનભર રહેશે આ વાતનો અફસોસ, ક્યારેય પોતાની જાતને નહીં કરી શકે માફ

મુંબઈઃ સલમાન ખાન પોતાના ભાણેજ અબ્દુલ્લા ખાનના નિધનના કારણે ખૂબ જ અપસેટ છે. સાથે જ તેને એ વાતનું પણ દુઃખ છે કે તે પોતાના ભાણેજના અંતિમ સંસ્કારમાં સામેલ થઇ શક્યો નહી. આ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન છે.

બોમ્બે ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે હાલ સલમાન ખાન પનવેલના ફાર્મહાઉસમાં સંપૂર્ણ પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. લોકડાઉનની જાહેરાત થયા બાદથી તે પરિવાર સાથે પનવેલ ચાલ્યો ગયો હતો. હવે અચાનક તેના ભાણેજના નિધનના સમાચાર આવ્યા તો દેશમાં લાગેલા લોકડાઉનના કારણે સલમાન ખાન ભાણેજ અબ્દુલ્લાના અંતિમ સંસ્કારમાં જઇ શક્યો નહોતો.

અંતિમ સંસ્કાર ઇંદોરમાં થયા હતા. અબ્દુલ્લાનું હોમટાઉન ઇન્દોર હતું. અંતિમ સમયમાં અબ્દુલ્લાને મળી ના શકવાને કારણે સલમાન ખાન ખુબ જ દુઃખી છે.

અબ્દુલ્લાના નિધન પર સલમાન ખાનના મેનેજર જોર્ડી પટેલે કહ્યું હતું કે ગંભીર લંગ ઇન્ફેક્શન થયા બાદ અબ્દુલ્લાને હાર્ટ અટેક આવ્યો હતો. સલમાન પનવેલના ફાર્મહાઉસમાં છે આથી તે ટ્રાવેલ ના કરી શક્યો. ફ્યુનરલ ઇન્દોરમાં હતું આથી તે જઇ શક્યો નહીં. સલમાન બાદમાં ઇન્દોર જઇ અબ્દુલ્લાના પરિવારને મળશે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અબ્દુલ્લાની ખુબ જ નજીક હતો. બંને વચ્ચે જબરજસ્ત બોન્ડિંગ હતું.

અબ્દુલ્લાના નિધન પર સલીમ ખાને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અબ્દુલ્લા મારી બહેનના દીકરાનો દીકરો હતો. મને ખુશી છે કે લોકડાઉનના માહોલમાં તમામ પેપરવર્ક સરળતાથી થઇ ગયું. અબ્દુલ્લા મુંબઇમાં રહેતો હતો. તે અમારાથી ખુબ જ નજીક હતો. ઉલ્લેખનીય છે કે અબ્દુલ્લા ફિટનેસ એન્થુજિએસ્ટ હતો, તે મુંબઇમાં પોતાનો બિઝનેસ ચલાવતો હતો.