ડોક્ટરે પ્રેમિકાની કરી ઠંડે કલેજે હત્યા ને પછી કર્યો ફોન, કારણ જાણીને ધિક્કાર થશે

મેસિનાઃ કોરોનાએ દુનિયામાં આતંક મચાવી રાખ્યો છે, દુનિયાભરમાં કોરોનાના 10 લાખથી વધુ સંક્રમિત દર્દી છે. તેના કારણે કુલ 48 હજાર બસોથી વધુ લોકોના મૃત્યુ પણ થયા છે. કોરોનાએ દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. લોકો આ વાયરસથી ડરેલા છે. આમ તો આ વાયરસની ઓળખ ટૂંક સમયમાં થઇ જાય તો તેની સારવાર શક્ય છે. પરંતુ આ દરમિયાન આ વાયરસથી ડરીને અનેક લોકો જીવ આપવા તથા જીવ લેવા તૈયાર થઇ રહ્યાં છે. જેનું તાજુ ઉદાહરણ ઇટલીમાં સામે આવ્યું. અહીં 28 વર્ષના એક યુવકે પોતાની 27 વર્ષની પ્રેમિકાની એટલા માટે હત્યા કરી કારણ કે તેને શંકા હતી કે યુવતી કોરોનાથી સંક્રમિત હતી અને તેમાંથી તેને ચેપ લાગ્યો છે.

ઇટલીના મેસિનામાં રહેતા આ યુવકની ઓળખ 28 વર્ષના અંટોનિઓ ડી પેસ તરીકે થઇ છે. યુવક પોતાની પ્રેમિકા 27 વર્ષની લોરેના ક્વોરંટા સાથે રહેતો હતો.

આ કપલ સાથે રહેતું હતું. કોરોનાના કારણે આ બંને દર્દીઓની મદદ માટે બનેલી ટીમના સભ્ય હતા.

31 માર્ચે પેસે પોલીસને કોલ કર્યો અને જણાવ્યું કે તેણે પોતાની પ્રેમિકાનું મર્ડર કર્યું છે. સાથે જ ફોનમાં પેસે પોતાનું સરનામું પણ આપ્યું.

પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી તો ત્યારે લોરેનાનો મૃતદેહ પડ્યો હતો. પેસે પણ હત્યા બાદ પોતાના હાથની નસ કાપી નાખી હતી.

પેસને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં લોરેનાના મિત્રોએ જ પેસની સારવાર કરી હતી.

જ્યારે પોલીસ પેસની પુછપરછ હાથ ધરી તો જાણવા મળ્યું કે પેસને શંકા હતી કે લોરેનાના કારણે તેને કોરોનાનો ચેપ લાગ્યો છે. પેસને એ વાતનો વિશ્વાસ હતો કે તેને વાયરસ લોરેનાના કારણે લાગ્યો છે. આ કારણે જ તેણે લોરેનાની હત્યા કરી નાખી.

આ ઘટના બાદ જ્યારે લોરેના અને પેસની તપાસ થઇ તો બંનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો. મેસિના યુનિવર્સિટીએ મૃત્યુ બાદ લોરેનાને ડિગ્રી આપવાની જાહેરાત કરી છે.

લોરેના અને પેસ એકબીજાને ખુબ જ પ્રેમ કરતાં હતા. થોડા સમય પહેલા જ પેસે સોશિયલ મીડિયા પર તેની પ્રેમિકા માટે પ્રેમભરી પોસ્ટ શેર કરી હતી.

ઇટલીમાં કોરોનાએ ભારે તબાહી મચાવી છે. અહીં મૃતકોની સંખ્યા 13 હજાર પર પહોંચી છે. તો અહીં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 1 લાખ 10 હજાર થઇ છે.