પોલીસે પીછો કર્યો હતો વ્યક્તિએ ચાલુ કારે પ્રાઇવેટ પાર્ટ કાપીને ફેંકી દીધો બહાર!

વોશિંગ્ટનઃ અમેરિકાના ટેનેસીમાં એક એવી ઘટના બની હતી, જે જાણીને અનેકને નવાી લાગી છે. અહીંયા એક વ્યક્તિ કારમાં ભાગતો હતો અને જ્યારે પોલીસે તેનો પીછો કર્યો તો તે વ્યક્તિએ પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપીને કારની વિન્ડોમાંથી બહાર ફેંક્યો હતો. આ જોઈને પોલીસને પણ નવાઈ લાગી હતી.

ટેનેસીની ડોવેલટાઉન પોલીસ એક એવી વ્યક્તિની પાછળ ભાગતી હતી, જેણે જોખમી રીતે કાર પાર્ક કરી હતી. આ દરમિયાન તેણે પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાપીને કારમાંથી ફેંક્યો હતો.

39 વર્ષીય ટાયસન ગિલ્બર્ટે કહ્યું હતું કે તેણે પોતાના કારના રેડિયોમાં દુનિયાને બચાવવા માટે ક્રૂર કૃત્ય કરવાનો આદેશ સાંભળ્યો હતો અને પછી તેણે પ્રાઇવેટ પાર્ટ કાપવાનો નિર્ણય લીધો હતો.

પીછો કરનાર પોલીસ અધિકારી બોબી જોનસે ગિલ્બર્ટને ટેનેસીના ડોવેલટાઉનના રસ્તા પર જોખમી રીતે કાર પાર્ક કરતા જોયો હતો. પછી તેની પાછળ પોલીસે પેટ્રોલિંગ ટીમ લગાડી હતી.

અધિકારીએ કહ્યું હતું કે જ્યારે તેણે તે વ્યક્તિનો પીછો કરવાનું શરૂ કર્યું અને પોતાની કારની લાઇટ ચાલુ કરીને આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે ચોખ્ખી ના પાડી દીધી હતી.

અધિકારીનો દાવો છે કે જ્યારે તેણે દરવાજો ખોલ્યો ત્યારે તે વ્યક્તિ ન્યૂડ હતો અને લોહીથી લથપથ હતો. આ પહેલાં અધિકારી ગિલ્બર્ટની ધરપકડ કરે તે પહેલાં તેણે પોતાનો દરવાજો બંધ કરી દીધો હતો અને ભાગી ગયો હતો.

જોનસને કહ્યું હતું કે અલક્ઝેન્ડ્રિયા પોલીસે તેને હાઇવે 70 પર પકડ્યો હતો. તે વિલ્સન કાઉન્ટીમાં પશ્ચિમ તરફ ભાગ્યો હતો.

લોકો માને છે કે તે વ્યક્તિ એક કાર ચોર હતો. જે ચોરીના વાહનથી જતો હતો. પોલીસના ડરથી દૂર ભાગવાનો પ્રયાસ કરતો હતો. જોકે, અંતે તે પકડાઈ ગયો હતો.