‘તારક મહેતા..’ની રીટા રિપોર્ટર લાગી સેક્સી, માત્ર શર્ટમાં બતાવી કાતિલ અદાઓ

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરતી પ્રિયા આહુજા ફરીથી આ શોમાં જોડાઈ ગઈ છે. તે સો.મીડિયામાં દીકરા સાથેની તસવીરો અવારનવાર શૅર કરતી હોય છે. હાલમાં જ પ્રિયાએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરો ઘણી જ વાઇરલ થઈ છે.

શર્ટમાં જોવા મળીઃ પ્રિયા આહુજાએ સો.મીડિયામાં ચાર તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં તે ઓવરસાઇઝ્ડ શર્ટમાં જોવા મળે છે. તેણે શર્ટની નીચે કંઈ જ પહેર્યું નથી. આ ચારેય તસવીરો ઘણી જ બોલ્ડ છે. એક તસવીરમાં ટેબલ પર સૂતા સૂતા પોઝ આપે છે તો એકમાં ખુરશીમાં છે. આ ફોટોશૂટમાં રીટા રિપોર્ટરનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો.

પ્રિયાની તસવીરો વાઇરલઃ પ્રિયાનો આટલો ગ્લેમરસ અંદાજ આ પહેલાં જોવા મળ્યો નહોતો. આ તસવીરો શૅર કરીને પ્રિયાએ કહ્યું હતું, ‘સ્ટાઇલ એક એવી રીત છે, જે બોલ્યા વગર કહી આપે છે કે તમે કોણ છો.’

ફોટોશૂટ વાઇરલ થયુંઃ પ્રિયા આહુજાની આ તસવીરો ઘણી જ વાઇરલ થઈ છે. કેટલાંક યુઝર્સે પ્રિયાને ટ્રોલ પણ કરી હતી અને કહ્યું હતું કે દરજીએ શર્ટની સાથે પેન્ટ ના આપ્યું. તો એકે કહ્યું હતું કે આ તસવીરો ઘણી જ બકવાસ છે.

2008થી જોડાયેલી હતી
પ્રિયાએ 2008થી 2010 સુધી સિરિયલ ‘તારક મહેતા..’માં કામ કર્યું હતું. ત્યારબાદ તેણે શો છોડી દીધો હતો. પ્રિયાએ 2011માં સિરિયલના ડિરેક્ટર માલવ રાજડા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના બે વર્ષ બાદ એટલે કે 2013માં ફરી એકવાર પ્રિયા શોમાં જોડાઈ હતી.

2019માં પ્રિયાએ ‘તારક મહેતા..’ શો છોડી દીધો હતો. તેણે મેટરનિટી લીવ લીધી હતી. તેણે 2019માં દીકરા અરદાસને જન્મ આપ્યો હતો. દીકરાના જન્મના થોડાં મહિનાઓ બાદ એટલે કે 2020માં પ્રિયા આહુજા સિરિયલમાં જોવા મળી હતી. પછી તે 2021માં જોવા મળી હતી.