ગરીબીમાં પસાર થઈ ‘રામાયણ’ના આ એક્ટરની લાઈફ, આવી-આવી જગ્યાએ કરી હતી નોકરી

મુંબઈઃ કોરોનાના વધતાં કેસને લીધે દેશમાં 3 મે સુધી લોકડાઉન છે. ઘરમાં રહેલાં લોકોના મનોરંજન માટે 90નાં દશકનાં પોપ્યુલર શૉ પ્રસારિત કરવામાં આવી રહ્યા છે. એવામાં રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીયલ ફરી એકવાર ખૂબ જ પોપ્યુલર થઈ છે. ત્યારે ‘રામાયણ’ના એવાં જ એક દમદાર એક્ટર ચંદ્રશેખર વૈધ વિશે અમે તમને જણાવીએ.

ચંદ્રશેખર વૈધે રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરીયલમાં મહારાજા દશરથના મહામંત્રી સુમંતનો દમદાર રોલ 65 વર્ષની ઉંમરે પ્લે કર્યો હતો. ચંદ્રશેખર વૈધના 13 વર્ષની ઉંમરમાં તેમના પિતાએ લગ્ન કરાવી દીધા હતાં અને સાતમાં ધોરણ પછી તેમને ભણતર મૂકી દીધું હતું.

ચંદ્રશેખરે તેમના જીવનમાં ખૂબ જ ગરીબી જોઈ છે. તેમના જીવનમાં એક સમય એવો પણ આવ્યો હતો કે, તેમણે ચોકીદારનું પણ કામ કરવું પડ્યું હતું. ચોકીદાર ઉપરાંત તેમણે ટ્રોલી ખેંચવાનું પણ કામ કર્યું હતું. તેમના પરિવારની હાલત એટલી ખરાબ હતી કે ભૂખ્યા મરવાની સ્થિતી હતી.

મિત્રોના કહેવાથી તેમને પોતાની એક્ટિંગનું સપનું પૂરું કરવાનું વિચાર્યું અને મુંબઈ આવી ગયા. ચંદ્રશેખરે મુંબઈના ઘણાં સ્ટૂડિયોમાં ધક્કા ખાધા પણ તેમને કામ તો દૂર પણ કોઈ ઘૂસવા પણ દેતું નહોતું. થોડાં સમય પછી તેમનો સમય બદલાયો અને તેમને એક્ટિંગનો ચાન્સ મળ્યો. તેમને એક પાર્ટી સીન માટે બોલાવવામાં આવ્યા હતાં.

મુંબઈ પછી ચંદ્રશેખર પૂણે ગયા અને ત્યાં કોરસ સિંગર તરીકે કામ કરવા લાગ્યા. ચંદ્રશેખરે ભારત ભૂષણ સાથે મળી ત્રણ ફિલ્મો બનાવી હતી. આ પછી તેમનું એક્ટિંગ કરિયર ચમક્યું અને તેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

ઉલ્લેખનીય છે કે, ચંદ્રશેખર, રામાનંદર સાગરના નજીકના મિત્ર હતાં. તેમણે રામાનંદ સાગરના કહેવાથી આર્ય સુમંતનો રોલ પ્લે કર્યો હતો. મળતાં સમાચાર મુજબ રામાયણની સ્ટારકાસ્ટમાં વૈધ સૌથી મોટી ઉંમરના કલાકાર હતાં.