લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ એક કપલ કપડાં કાઢીને પાર્કમાં કરતા હતાં ‘ગંદુ’ કામ - Real Gujarat

લોકડાઉનની સ્થિતિ વચ્ચે પણ એક કપલ કપડાં કાઢીને પાર્કમાં કરતા હતાં ‘ગંદુ’ કામ

કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં અનેક દેશો યુદ્ધની જેમ લડાઇ લડી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ વાયરસની ઝપેટમાં અંદાજે 20 લાખ લોકો આવી ગયા છે. એટલું જ નહીં વાયરસથી મોતનો આંકડો પણ એક લાખથી વધી ગયો છે જે સતત વધી રહ્યો છે. આ વાયરસે અમેરિકા જેવા દેશને પણ ઘૂંટણીએ લાવી દીધો છે. આવી જ સ્થિતિ લંડનમાં પણ છે. લંડનના સંત જેમ્સ પાર્કમાં એક કપલને શારીરિક સંબંધ બનાવતા રંગે હાથ પકડી લેવામાં આવ્યું. આ કપલ બકિંઘમ પેલેસથી થોડે દૂર જ પકડાયું છે. જ્યારે બંને અશ્લિલ કામ કરી રહ્યાં હતા ત્યારે તેની આસપાસથી લોકોની અવરજવર પણ ચાલુ હતી.

ધ સનના રિપોર્ટ પ્રમાણે આ કપલનો ઓળખ થઇ શકી નથી. બંનેને બે પોલીસ ઓફિસર્સે જોયા ત્યાર બાદ જ્યારે આ કપલની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો તો બંને ત્યાંથી ભાગી છૂટ્યા હતાં.

પાર્કમાં ખુલ્લેઆમ મોજ-મસ્તી કરી રહેલા કપલને ત્યાંથી પસાર થઇ રહેલા એક સાઇકલ સવારે પોતાના કેમેરામાં કેદ કરી લીધું. બાદમાં આ વીડિયો સામે આવ્યો જે જોઇ બધા હેરાન રહી ગયા.

તો પોલીસનું કહેવું છે કે આ ઘટના 11 એપ્રિલની છે. આ કપલ કેમેરામાં બપોરના 12:30 વાગ્યાની આસપાસ કેદ થયું હતું.

બંને બકિંઘમ પેલેસ નજીક બનેલા બર્ડકેજ વોક પાસે પાર્કમાં હતા. બંને ત્યાં પિકનીક મનાવવા પહોંચ્યા હતા. પરંતુ થોડી જ ક્ષણોમાં બંને અશ્લિલ હરકતો કરવા લાગ્યા.

જ્યારે આ કપલ અશ્લિલ હરકતો કરવામાં વ્યક્ત હતું એ દરમિયાન તેની નજીકથી અનેક લોકો પસાર થઇ રહ્યાં હતા. તેમ છતા આ કપલ જરાયુ અચકાયુ નહીં અને તે પોતાની મસ્તીમાં મગ્ન રહ્યું.

આ દરમિયાન લોકો કપલને આશ્ચર્યની નજરથી જોતા રહ્યાં પરંતુ બંનેને કોઇ ફરક પડ્યો નહીં. કેટલાક લોકોનું કહેવું છે કે આ બંને પાસે રહેવા માટે ઘર નથી આથી બંને પાર્કમાં જ રહે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી બ્રિટનમાં તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. સાથે જ લોકો રાતે ઘરની બહાર નીકળી રહ્યાં છે.

અહીં લોકડાઉનનું ઉલ્લંઘન કરવાના બદલામાં લોકોને સજા પણ આપવામાં આવી રહી છે. પરંતુ તેમ છતા લોકો નિયમોનું પાલન કરી રહ્યાં નથી.

લંડનના અનેક પાર્કમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. સોશિયલ ડિસ્ટેન્સિંગની મજાક ઉડાવી રહેલા લોકો વિરુદ્ધ પોલીસ કડક હાથે કામ લઇ રહી છે.