સલામ છે ધરતી પરના ભગવાનને! આઠ-આઠ કલાક સુધી પેશાબ રોકીને પણ ડોક્ટર્સ કરી રહ્યાં છે ડ્યુટી - Real Gujarat

સલામ છે ધરતી પરના ભગવાનને! આઠ-આઠ કલાક સુધી પેશાબ રોકીને પણ ડોક્ટર્સ કરી રહ્યાં છે ડ્યુટી

કોરોના વાયરસો ખતરો સમગ્ર દુનિયામાં સતત વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 210 દેશોના 19 લાખ લોકો આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. એટલું જ નહીં 1 લાખ 21 હજાર લોકોનાં મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. કોરોનાના આ સંકટ વચ્ચે સૌથી વધુ યોગદાન મેડિકલ ફિલ્ડનું રહ્યું છે. ડોક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ વર્કર્સ અનેક પ્રકારની અસુવિધાઓ સહન કરી લોકોની નિષ્ઠાપૂર્વક સેવા કરી રહ્યાં છે. એવા અનેક ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ છે જેઓ છેલ્લા ઘણા દિવસોથી પોતાના ઘરે ગયા નથી અને પોતાના પરિવાર સાથે મુલાકાત કરી નથી.

ફિલિપિન્સમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં લાગેલા ડોક્ટર્સ, નર્સ અને અન્ય મેડિકલ સ્ટાફ પોતાની 8 કલાકની ડ્યુટી દરમિયાન પેશાબ કરવાથી બચી રહ્યાં છે. આ પાછળનું કારણ એવું છે જો તેઓ ડ્યુટી દરમિયાન વોશરૂમ યુઝ કરવા જશે તો તેઓને પોતાનો પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE) બદલવો પડશે. જે તેમના પ્રોટોકોલમાં સામેલ છે.

PPE એટલે કે એક ખાસ પ્રકારનું સૂટ જે કોરોના દર્દીની સારવાર દરમિયાન પહેરવામાં આવે છે. દુનિયાના અનેક દેશમાં આ પ્રકારના સૂટની ખુબ જ અછત જોવા મળી રહી છે. જો આ સૂટ વગર સારવાર કરવામાં આવે તો ડોક્ટર્સને પણ કોરોનાનો ચેપ લાગવાની સંભાવના રહેલી છે.

પીપીઇ સૂટની અછતને ધ્યાને રાખી ફિલિપિન્સ જનરલ હોસ્પિટલના ડોક્ટરો અને અન્ય મેડિકલ સ્ટાફ 8 કલાકની શિફ્ટ દરમિયાન પેશાબ રોકી રાખે છે.

ઉલ્લેખનીય છે કે યુનિવર્સિટી ઓફ ફિલિપિન્સના ફિલિપીની જનરલ હોસ્પિટલમાં કોરોનાના અંદાજે 90 દર્દીની સારવાર ચાલી રહી છે. 8 કલાક સુધી પેશાબ રોકી કામ કરવામાં તેઓને કેટલી મુશ્કેલી પડી રહી છે તે વિચારી શકાય છે.

ફિલિપિન્સમાં કોરોના વાયરસના સંક્રમણના કુલ 5,223 કેસ સામે આવી ચૂક્યા છે અને તેનાથી 335 લોકોના મૃત્યુ પણ થઇ ચૂક્યા છે. ફિલિપિન્સની રાજધાની મનીલામાં મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી પણ રહે છે. હાલ ત્યાં કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.