અહીંયા એક સાથે 9 દર્દીઓએ કોરોનાને આપી માત, આ દવાથી ગંભીર દર્દીઓ પણ થયા સાજા

જીવલેણ કોરોના વાયરસ માટે હજી સુધી કોઈ દવા કે રસી તૈયાર કરવામાં આવી નથી, તેમ છતાં મેરઠમાં નવ દર્દીઓ સાજા થઈ ગયા છે. શનિવારે કોવિડ હોસ્પિટલના ડોક્ટરોએ આ નવ કોરોના પોઝિટિવ દર્દીઓની સંપૂર્ણ રિકવરી વિશે માહિતી આપી હતી, ત્યારબાદ લોકોમાં કોરોના વાયરસના ભયની વચ્ચે એક આશા જાગી હતી.

કોવિડ 19 હોસ્પિટલના પ્રભારી ડો.તુંગવીરસિંહ આર્યએ આ નવ લોકો કોરોનાની જંગ કેવી રીતે જીત્યા તે વિશે રહસ્ય ખોલ્યું હતું. કોવિડ -19 હોસ્પિટલના પ્રભારી ડો.તંગવીરસિંહ આર્યએ જણાવ્યું હતું કે કોરોના દર્દીઓને મેલેરિયામાં આપવામાં આવતી ક્લોરોક્વિન, એન્ટિ-રેટ્રોવાયરલ ડ્રગ, સ્વાઈન ફ્લૂમાં આપવામાં આવતી ટેમીફ્લુ અને ગળાની દવા એઝિથ્રોમાઈસિનનું કોમ્બીનેશન આપવામાં આવ્યું હતું.

દવાઓની અસર, દર્દીની હિંમત અને ડોક્ટરોની મહેનત રંગ લાવી છે. કોરોનાના નવ પોઝિટિવ દર્દીઓના 24 કલાકની અંદર બે પરીક્ષણો કરવામાં આવ્યા હતા. બંને વખત તે નેગેટીવ આવ્યા હતા. ત્યારે ડોક્ટરોએ કહ્યું કે આ લોકો કોરોના મુક્ત થઈ ગયા છે.

મેડિકલ કોલેજના આચાર્ય ડો.આર.સી.ગુપ્તાએ જણાવ્યું હતું કે કોરોનાથી ડરવાની જરૂર નથી, ફક્ત કાળજી રાખો અને તેનાથી બચવા માટેના સૂચનોનું પાલન કરો.

જો તમે થોડા થોડા સમયે હાથ ધોતા રહેશો તો તેની સામે સરળતાથી લડી શકાય છે. લોકો સાવધ રહે. જાગૃત રહો, ડર અને તણાવને તમારા ઉપર હાવી ન થવા દો અને તપાસ જરૂર કરાવો.

ડો.આર.સી.ગુપ્તાએ જણાવ્યું હતું કે હકીકતમાં લોકો પહેલા શરદી-ખાંસીની શરૂઆત કરે છે, ત્યારબાદ તાવ આવે છે, ગળુ જામ થઈ જાય છે. સામાન્ય બિમારી સમજીને મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને ખાધા કરે છે.