આ દેશના રાષ્ટ્રપતિનો વિચિત્ર દાવો, બકરીઓ સાથે રમવાથી ઠીક થઈ જાય છે કોરોના

લંડન: દુનિયામાં કોરોનાના ચેપે અત્યાર સુધીમાં લગભગ 20 લાખ લોકોને પોતાની ચપેટમાં લીધા છે. કોરોના સંક્રમિતોની સંખ્યા જેટલી ઝડપથી વધી રહી છે, તે ચિંતાનો વિષય છે. કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ એક લાખને પાર કરી ચુકી છે. જેમાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. કોરોનાને લઈને દુનિયાના અનેક દેશોએ લૉકડાઉન કર્યું છે પરંતુ બેલારુસના રાષ્ટ્રપતિ લૉકડાઉનથી ઈન્કાર કરી રહ્યા છએ. સાથે જ તેમણે દાવો કર્યો કે તેમનો દેશ પ્રભાવિત નથી. સાથે જ અહીં કોરોનાના કારણે કોઈનું મોત નથી થયું. કોરોના મુક્ત થવાનો જે દાવો જે રાષ્ટ્રપતિએ કહ્યું છે, તે વિવાદોમાં છે.

બેલારુસમાં અત્યાર સુધી કોરોનાના કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 3 હજાર બસોને પાર છે. જ્યારે અહીં મોતનો આંકડો 33 છે.આ આંકડાઓ છતા બેલારુસના રાષ્ટ્રપતિ અલેક્સેંડરે દાવો કર્યો છે કે તેનો દેશ કોરોનાથી પ્રભાવિત નથી. સાથે જ તેમણે કહ્યું કે બેલારુસમં અત્યાર સુધી કોરોનાના કારણે કોઈનું મોત નથી થયું.

અલેક્સેંડરે દાવો કર્યો છે કે, જેનું પણ મોત કોરોનાથી થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે, કે જેમનું મોત થયું તેઓ પહેલા બીમારીથી ગ્રસ્ત હતા, તેમના મોત થયા છે, નહીં કે કોરોનાથી. બેલારુસના રાષ્ટ્રપતિએ દુનિયાને જણાવ્યું કે વોડકા પીવાથી તેમના દેશમાં સંક્રમણ રોકાઈ ગયું છે. તેમણે લોકોને કહ્યું કે જો તમે પણ કોરોનાથી બચવા માંગો છો, તો ખૂબ વોડકા પીઓ.

પોતાના આ બેવકૂફી ભર્યા દાવા બાદ પણ એલેક્સેંડર ન રોકાયા. તેમણે આગળ કહ્યું કે, કોરોના ટ્રેક્ટર ચલાવવાથી પણ ઠીક થઈ જાય છે.હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તેમણે કોરોનાના ઈલાજ માટે બકરીઓનો આભાર માન્યો. તેમણે દાવો કર્યો કે બકરીઓ સાથે રમવાથી પણ કોરોના ઠીક થઈ જાય છે.

જણાવી દઈએ કે બેલારુસ રાષ્ટ્રપતિને તાનાશાહ પણ કહેવામાં આવે છે. જેના પર કોરોનાને લઈને લાપરવાહી કરવાનો આરોપ લાગી રહ્યો છે. એવું પણ કહેવામાં આવે છે કે, જો તેમણે કોરોનાને લઈને આવી જ લાપરવાહી કરી, તો તે વાયરસ બેલારુસમાં તબાહી મચાવી દેશે.

અલેક્સેંડરે દેશમાં લૉકડાઉનથી ઈન્કાર કરતા દાવો કર્યો કે તેમણે કોરોનાની દવા શોધી લીધી છે. તેની દવાથી કોરોનાના દર્દીઓ ઠીક થઈ જશે. અલેક્સેંડર છેલ્લા 25 વર્ષથી સતા પર છે. તેમણે મીડિયાની સામે ખુલીને દાવો કર્યો કે તેમના દેશે કોરોનાનો ઈલાજ શોધી લીધો છે. જો કે તેમણે દવા વિશે કાંઈ જ ન કહ્યું.