ઘરકામ પતાવીને ફ્રી થાય ત્યાં પતિ કરવા લાગે છે સેક્સની ડિમાન્ડ, મહિલાની આપવીતીનો વીડિયો વાઈરલ

લંડન: કોરોનાની સામેની લડાઈમાં લાગૂ લૉકડાઉનના કારણે જીવન જાણે થંભી ગયું છે. તો બીજી તરફ કેટલીક મહિલાઓ અલગ પડકારોનો સામનો કરી રહી છે. જે મહિલાઓના પતિ ઘરે છે અને તેમની પાસે કોઈ કામ નથી તેઓ વારંવાર સેક્સની માંગણી કરી રહ્યા છે. દિવસ-રાત સેક્સની માંગણીથી પરેશાન આવી જ એક મહિલાનું દર્દ સોશિયલ મીડિયા પર સામે આવ્યું છે. આફ્રિકન દેશ ઘાનાની આ મહિલાએ સરકાર પાસે લૉકડાઉનને ખતમ કરવાની અપીલ કરે છે.

‘લૉકડાઉનને ખતમ કરો અથવા તો પતિને કામ પર મોકલો’
મહિલાઓનું કહેવું છે કે જો લૉકડાઉન ખતમ નહીં કરી શકાય એમ તો તેમના પતિને કામ પર જવાની અનુમતિ આપવામાં આવે. ઘાનામાં અત્યાર સુધીમાં 500થી વધુ કોરોનાના કેસ સામે આવ્યા છે. જ્યારે આઠનાં મોત થયા છે. જેને ધ્યાનમાં રાખતા આફ્રિકન દેશમાં એપ્રિલના પહેલા અઠવાડિયાથી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી.

વાયરસ થયો વીડિયો
ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે તે લૉકડાઉનમાં પોતાના પતિની ક્યારેય ખતમ ન થતી સેક્સની ડિમાન્ડથી કંટાળી ગઈ છે. વીડિયોમાં મહિલાએ દાવો કર્યો છે કે તેના જેવી અનેક મહિલાઓ છે, જે ત્રાસી ગઈ છે.


‘સેક્સ માટે થોડા લૉકડાઉનમાં છે!’
મહિલા કહે છે કે, નિંદર ખુલે ત્યાં જ પતિ સેક્સ માટે તૈયાર. તેને સંતુષ્ટ કરીને જમવાનું બનવો, તે જમશે, ટીવી જોશે અને થોડી જ વારમાં તેને સેક્સ જોઈએ. ફરી સેક્સ, ફરી સેક્સ..અમે લૉકડાઉનમાં સેક્સ માટે થોડા છે, આપણે તો આપણે સ્વાસ્થ્યની સંભાળ માટે લૉકડાઉનમાં છીએ ને? મારો પતિ ખૂબ જ વધુ સેક્સની માંગ કરી રહ્યો છે.

‘બેપનાહ સેક્સથી હાલત ખરાબ’
સ્થાનિક વેબસાઈટે આ ખબર પ્રકાશિત કરી અને મહિલાને હવાલાથી કહ્યું છે કે તેનો પતિએ બેપનાહ સેક્સથી તેની હાલત ખરાબ કરી દીધી છે. મહિલાઓનું કહેવું છે કે પતિની ઉટપટાંગ સેક્સ ડિમાન્ટ પૂરી કર્યા બાદ જમવાનું પણ બનાવવું પડે છે. પરેશાન મહિલાએ ઘરેથી ભાગીને ત્યાં ગઈ જ્યાં તે નોકરી કરે છે અને ત્યાંથી વીડિયો બનાવીને પોતાનું દુઃખ બયાન કર્યું. તેમના વીડિયોમાં લૉકડાઉન તોડવા પર સંભવિત કાર્યવાહીની આશા વ્યક્ત કરી છે કે સુરક્ષાબળો તેમની મજબૂરીને સમજશે. (તસવીરમાં ઘાનાના પ્રેસિડન્ટ સાથે અરજ કરનાર મહિલા)