દવાની આ કંપનીને કારણે આખા અમેરિકામાં ફેલાયો કોરોના વાયરસ! નામ જાણીને ચોંકી જશો

અમેરિકામાં કોરોના વાયરસથી 5,87,000થી વધારે લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યારે 23,600થી વધારે લોકોનાં મોત થયા છે. આ બધાની વચ્ચે nytimes.comનાં એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે એક મોટી ફાર્માસ્યુટિકલ કંપનીથી અજાણતાં મોટાપાયે ચેપ ફેલાયો છે લગભગ 100 જેટલા લોકોને ચેપ લાગ્યો છે.

વાસ્તવમાં, બાયોજેન નામની કંપનીએ અમેરિકાના મેસાચ્યુસેટ્સમાં વાર્ષિક લીડરશિપ બેઠકનું આયોજન કર્યું હતુ. કોન્ફરન્સ બાદ કંપનીના કર્મચારીઓ દ્વારા અમેરિકાના 6 રાજ્યોમાં કોરોના વાયરસ ફેલાયો હતો. જો કે, કંપનીના સ્ટાફે અજાણતાં જ આ કર્યું છે.

મેસાચ્યુસેટ્સના પબ્લિક હેલ્થ વિભાગ મુજબ, કોન્ફરન્સ પછી ક્લસ્ટર ઓફ ઇન્ફેક્શનથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 99 છે. કંપનીના ઓછામાં ઓછા બે વરિષ્ઠ અધિકારીઓને પણ ચેપ લાગ્યો છે.

અમેરિકાનાં ટેનેસી રાજ્યમાં પ્રથમ અને ઇન્ડિયાનામાં પહેલાં બે કોરોના વાયરસ સંક્રમણનાં મામલા બાયોઝેન કંપનીની સાથે જોડાયેલાં છે. જોકે, મેસાચ્યુસેટ્સ સિવાયનાં અન્ય રાજ્યોમાં સંક્રમિત લોકો સ્વસ્થ્ય થઈ ગયા છે.

અમેરિકન મીડિયાએ આ ડ્રગ કંપનીને ‘Super Spreader’ (ઝડપથી ઘણા લોકોને ચેપ લગાડનારો) ગણાવ્યો છે. બાયોઝેન કંપનીએ ફેબ્રુઆરીના અંતમાં મેસાચુસેટ્સની એક હોટલમાં એન્યુઅલ લિડરશીપ મીટિંગ યોજી હતી.

માર્ચના મધ્યભાગ સુધીમાં, કોરોનાના 32 કેસ મળી આવ્યા, જેમનું કનેક્શન કંપનીની કોન્ફરન્સ સાથે જોડાયેલા હતા. પરંતુ હવે આ આંકડો લગભગ ત્રણ ગણો થઈ ગયો છે. 26 અને 27 ફેબ્રુઆરીએ મીટિંગમાં ભાગ લીધા પછી, કંપનીના તમામ સ્ટાફ પોતાને સ્વસ્થ માનતા અને મુસાફરોથી ભરેલા વિમાનમાં પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.

અમેરિકાના મેસાચુસેટ્સમાં કોરોના વાયરસના કુલ કેસોમાં 30 ટકાનું કનેક્શન કંપનીનાં કાર્યક્રમ સાથે હોવાનું માનવામાં આવે છે. એક અનુમાન મુજબ, કંપનીના કાર્યક્રમમાં 7500 સ્ટાફ અને 175 વરિષ્ઠ મેનેજરો હાજર રહ્યા હતા.