9 મહિનામાં 7 વર્ષનાં બાળકની માતાએ ઉતાર્યુ 35 કિલો વજન, તમે પણ અજમાવો આ વરિયાળીનાં પાણીનો ચમત્કાર

મિત્રો વજન વધવાની સમસ્યાથી પરેશાન છો તો અમે તમને કેટલીક રોચક વેટ લોસ સ્ટોરીઝ જણાવીએ છીએ. આ વાર્તાઓ દ્વારા, તમારામાં પણ ફિટનેસને લઈને જાગૃતતા વધશે. સાથે જ તમે જાણશો કે તમે જિમ ગયા વગર અને ભારે વર્કઆઉટ કર્યા વિના ફિટ રહી શકો છો. આજે અમે તમને એક સામાન્ય મહિલાના વજન ઘટાડવાની જાદુઈ વાર્તા કહેવા જઈ રહ્યા છીએ. તેમણે કોઈ ટ્રેનર વિના પરફેક્ટ ફિગર મેળવ્યુ છે. તેમની વેટ લોસ જર્ની 9 મહિનામાં સમાપ્ત થઈ. પરફેક્ટ ડાયેટ અને વર્કઆઉટ પ્લાનથી હેવી વેટ મહિલાએ 35 કિલો વજન ઘટાડ્યુ.

આ એક પ્રોફેશનલ કાઉન્સિલર તુલિકા સિંહ છે. તુલિકા ડિપ્રેશન અને વજન ઘટાડવા માટે કાઉન્સલિંગ કરે છે. તેણીની યુટ્યુબ ચેનલ તે છે જ્યાં તે વેટ લોસ અને હેલ્થ ટીપ્સ આપે છે. તુલિકાની વેઈટલોસ જર્ની એટલા માટે પણ ખાસ છે કારણ કે, તેણે આ બહુજ મુશ્કેલ કામ ત્યારે શરૂ કર્યુ હતુ,જ્યારે તે 7 વર્ષના બાળકની માતા હતી. તુલિકા કહે છે કે તે મારા માટે એટલું સરળ નહોતું પરંતુ સખત મહેનત અને સંપૂર્ણ ડેડિકેશનને ફોલો કરવાને કારણે હું ફીટ રહેવામાં સફળ રહી હતી.

એક સમયે, તુલિકા સામાન્ય મહિલાઓની જેમ અનફિટ અને અનહેલ્ધી હતી. તેનું વજન ખૂબ વધારે હતું. તે સાડી અને વેસ્ટર્ન બંને ડ્રેસમાં જાડી દેખાઈ રહી હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર 2008નો ફોટો શેર કર્યો હતો, જેમાં તે ખૂબ જ હેલ્ધી દેખાઈ રહી છે. પરંતુ તેના આજનાં ફોટાનો જલવો અલગ છે. તે ફીટ છે અને તે અન્ય મહિલાઓને ફિટનેસ અને વેઇટ લોસ ટીપ્સ પણ આપી રહી છે.

તુલિકા કહે છે કે આજે મારી પાસે સેંકડો લોકો છે જે વજન ઘટાડવા માટે મારી કાઉન્સલિંગ સેવા લે છે. તુલિકાએ વેટ લોસ માટે કયો ડાયેટ પ્લાન અપનાવ્યો તે તમે અહીં જાણી શકો છો. વાસ્તવમાં, તુલિકાની ડાયેટપ્લાન સંપૂર્ણ દેશી હતો. તેમણે વરિયાળીનાં પાણીથી દિવસની શરૂઆત કરી.

તુલિકાનો ડાયેટ પ્લાન – : સવારે એક ગ્લાસ વરિયાળીનું પાણી મધ મિક્સ કરીને, 20 મિનિટ પછી,4 પલાળેલી બદામ, નાસ્તામાં ઓટ્સના દૂધ સાથે સ્વાદ માટે મધ. એક સફરજન અને ગ્રીન ટી, મીડ ટાઇમ નાસ્તામાં એક કટોરી ફળ જેવાકે પપૈયા, જાંબુ અને તડબૂચ, લંચમાં મલ્ટી ગ્રેઈન દલિયા, મગ અને શાકભાજી સાથે એક ચમચી દેશી ઘી અને એક કટોરી દહીં, લંચનાં 20 મિનિટ પછી 4 અખરોટ અને ગ્રીન ટી, ઇવનિંગ સ્નેક્સ – શેકેલા ચણા અને ગ્રીન ટી / અથવા નિયમિત ચા, ડિનરમાં સફરજનની સ્મૂધીની સાથે ગ્રીલ્ડ શાકભાજી જેવાકે ગાજર, કોબી, ટમેટાં અથવા ઓટ્સ સાથે અનાનસની સ્મૂધી અને ફક્ત ગ્રિલ્ડ પનીર 100 ગ્રામ, સૂતા પહેલાં મધ સાથે લીંબુનું પાણી.

ડાયેટ પ્લાનની ખાસ વાતો- : સામાન્ય મીઠાને બદલે સેંધા નમક, ખાંડની જગ્યાએ મધનો ઉપયોગ, રિફાઈન્ડ ઓઈલને બદલે ઓલિવ ઓઈલ અથવા મસ્ટર્ડ ઓઈલ, દરરોજ એક ચમચી દેશી ઘી, દરરોજ 4-6 લિટર પાણી, કોઈપણ પ્રકારની ફ્રિજ વસ્તુઓનું સેવન ન કરો, તાજું રાંધેલું જ ભોજન કરો.

તુલિકાનો વર્કઆઉટ પ્લાન
તુલિકાનો ડેલી વર્કઆઉટ પ્લાન શું હતો તે પણ તેણે શેર કર્યો હતો. તુલિકા કહે છે કે શરૂઆતમાં હું મારા ડાયેટ પ્લાનની સાથે 6-7 કિમી ચાલતી હતી. સપ્તાહમાં 3 દિવસ ડાન્સ ક્લાસ. આ બધુ હું મારા ખોવાયેલા સ્ટેમિનાને પાછો મેળવવા માટે કરતી હતી. મે ડાય પ્લાનની સાથે વૉક અને ડાંસ કરતા રહેવાની સાથે સીડીઓમાં ચડવા-ઉતરવાનું પણ સામેલ કર્યુ હતુ. આ બધુ કરતા મારું વજન 15 કિલો ઉતરી ગયુ હતુ. અને હવે તે વધારે ઓછું થઈ રહ્યું ન હતુ. પછી મારે વર્કઆઉટ માટે જીમમાં જોડાવું પડ્યું.

તુલિકાએ વેટલોસ માટે જમ વર્કઆઉટ પણ તે રીતે પ્લાન કર્યુ. ક્રોસફિટ, કાર્ડિયો અને કેટલીક ફ્લોર એક્સરસાઇઝ કરતી હતી. આના કારણે ખૂબ ઝડપથી વજન ઘટે છે.

1. શરૂઆતમાં તેણે કોઈ વેઈટ લિફ્ટિંગ એક્સરસાઇઝ નહોતી કરી પણ જ્યારે વજન 10 કિલોથી વજન વધારે ઘટ્યું તો તેણે વધારે એક્સરસાઈઝ કરવાનું શરૂ કરી દીધું હતું.
2. વેઈટ લિફ્ટીંગને તેણે સ્ટેમિના વધારવા માટે સામેલ કર્યુ.

3. તુલિકા અઠવાડિયામાં 6 દિવસ જીમમાં જુદી જુદી કસરતો કરતી.
4. બે દિવસ, પગ માટે એક્સરસાઈઝ. જેમ કે લેગ એક્સટેંસન
5. બે દિવસ, વેટ એક્સરસાઈઝ, જે હાથ, પગ, ખભા માટે હશે.

6. એક દિવસ, કિક, બોક્સીંગ અને કેટલીક અદ્યતન કસરતો.
7. એક દિવસ, બેલી ફેટ એરિયાને ફીટ રાખવા વર્કઆઉટ્સ કરતી હતી.

તુલિકા કસરત દરમિયાન એક લીટર પાણીને બે લીંબુ સાથે પુરુ કરતી હતી. કસરત કરતા પહેલા, હું બ્લેક કોફી પીતી હતી, જે કસરત દરમ્યાન એનર્જી આપે છે. તે હંમેશા કસરત પછી ગ્રીન ટી લેતી હતી. તુલિકા હવે પોતાને ફીટ રાખવા દરરોજ વર્કઆઉટ કરે છે. જો તમને પણ ફિટનેસ મેળવવા ઈચ્છો છો તો પછી તૈયાર થઈ જાઓ અને ડાયેટની સાથે કસરત શરૂ કરો.