રામ મંદિર માટે આવું દાન તો કોઈ ના કરી શકે, તમે પણ સલામ ઠોકશો!

અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના નિર્માણ માટે રામ ભક્તો પોતાની ઈચ્છા અને સામર્થ્યથી 1 રૂપિયાથી લઈને કરોડો રૂપિયાનું દાન આપી રહ્યાં છે. પરંતુ ઈન્દોરના ગ્રામ મોથલાની 30 મહિલાઓ મજૂરાએ રામ મંદિર માટે દાન આપ્યું હતું. દાન આપ્યા બાદ આ મહિલાઓની ભારે ચર્ચા થઈ રહી છે.

બેટમાની નજીક આવેલા ગ્રામ મોથલાની 30 મહિલા મજૂરોએ સાબિત કરી દીધું છે કે, સમર્પણ કરવા માટે તમારે ધનવાન હોવું જરૂર નથી. આ માટે તો બસ તમારે હ્રદયમાં પ્રભુના પ્રતિ સાચી શ્રદ્ધા, આસ્થા, ભાવ અને સમર્પણ જ બધું હોય છે.

અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામ મંદિર માટે દેશભરમાં મકરસંક્રાતિના દિવસેથી શરૂ થયેલા દાન સમર્પણ અભિયાન માટે મોટા-મોટા દાતાઓ પોતાની અનુકૂળતાએ કરોડો રૂપિયાનું દાન આપી રહ્યાં છે. પરંતુ સવારથી લઈને સાંજ સુધી પરસેવો પાડનાર મજૂરી કરનાર 30 મહિલા મજૂરોએ પોતાના એક દિવસનો પહાર રામ મંદિરના નિર્માણ માટે દાન કર્યું છે.

આ વાત જ્યારે બેટવા પ્રવાસ પર આવેલા ઈન્દોર અર્ચના સંઘના કાર્યાલયના વરિષ્ઠ પ્રચારક પ્રકશ સોલાપુરકરને ખબર પડી તો તેઓ આ ભાગ્યશાળી રામભક્તોને મળવા ગ્રામ મોથલા પહોંચ્યા હતાં જ્યાં જઈને આ મહિલા મજૂરોનું તેને અભિનંદન પાઠવ્યા હતાં.