આ કંપનીએ બનાવી અનોખી વિંટી, કોરોના વાઇરસ સામે લડવામાં કરશે મદદ: દાવો - Real Gujarat

આ કંપનીએ બનાવી અનોખી વિંટી, કોરોના વાઇરસ સામે લડવામાં કરશે મદદ: દાવો

કોરોના વાયરસનાં સંક્રમણના મામલાં ભારતમાં પણ 10 હજારનો આંકડો પાર કરી ગયા છે. જેને જોતા સરકારે લોકડાઉનને 3 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. કોરોનાનો હજી સુધી કોઈ ઈલાજ નથી.પરંતુ કોરોનાના સંક્રમણને સોશિયલ ડિસ્ટન્સિંગ દ્વારા રોકી શકાય છે.જો કોઈ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થાય છે તો લક્ષણો દેખાવામાં પાંચ દિવસ લાગે છે. ત્યાં સુધીમાં ચેપ ઘણા લોકો સુધી ફેલાઈ જાય છે. એવામાં કોરોનાનાં સંક્રમણ વિશે જલ્દીથી જાણ થાય તે માટે દુનિયાભરનાં તમામ વૈજ્ઞાનિકો દિવસ-રાત કામ કરી રહ્યા છે. ત્યારે આ બધા વચ્ચે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સની એક ટીમે એવી સ્માર્ટ રિંગ તૈયાર કરી છે. જે લક્ષણ દેખાય તે પહેલાં જ કોરોના વાયરસનાં સંક્રમણ વિશે જાણકારી આપી શકે છે.

આ સ્માર્ટ રિંગ વિશે જાણકારી આપતા ડોક્ટર અલી રેઝાઈએ ફ્યૂચરિઝ્મ નામની વેબસાઈટને જણાવ્યુકે, કોરોના સંક્રમિત થવાનો સૌથી વધારે જોખમ ડોક્ટર્સ, પોલીસ અને સ્વાસ્થ્ય કર્મચારીઓને છે. ઘણીવાર તેમને સંક્રમણ વિશે જાણકારી હોતી નથી.એવામાં આ સ્માર્ટ રિંગ તે લોકો માટે ઘણી મદદગાર સાબિત થશે. ડોક્ટર અલી રેઝાઈએ આગળ જણાવ્યુકે, આ ખાસ રિંગ પહેર્યા બાદ એક મોબાઈલ એપ સાથે કનેક્ટ કરવાનું હોય છે.

ત્યારબાદ એપ પર રોજ સવારે પાંચ મિનિટ એક ગેમ રમવાની હોય છે. જેમાં કોરોનાને લઈને સવાલો પુછવામાં આવે છે. ડોક્ટર અલી રેઝાઈ વેસ્ટ વર્જીનિયા યુનિવર્સિટી મેડિસનમાં ન્યૂરોસર્જન છે અને WVU રોકફેલર ન્યૂરોસાયન્સ સંસ્થાનાં પ્રમુખ છે.

તેમણે આ સ્માર્ટ રિંગ માટે વેરેબલ પ્રોડક્ટ બનાવતી કંપની અને ઓરા હેલ્થ (Oura Health)ની સાથે ભાગીદારી કરી છે. આ સ્માર્ટ રિંગલોકોનાં શરીરનું તાપમાન, ગતિવિધી ઉંઘની પેટર્ન અને હ્રદય ગતિ પર સતત નજર રાખે છે. અને ડેટા રેકોર્ડ કરે છે. આ સ્માર્ટ રિંગમાં એઆઈ એટલેકે આર્ટિફિશિયલ ઈંટેલિજન્સ એટલેકે સપોર્ટ આપવામાં આવ્યો છે. રિંગમાં હાજર એઆઈને હજારો યુઝર્સનાં ડેટાની સાથે ટ્રેંડ કરવામાં આવ્યા છે. તેમાં એવા લોકોનાં ડેટા પણ ઈંટિગ્રેટ કરવામાં આવ્યા છે જે કોરોના વાયરસથી સંક્રમિત હતા.

ડોક્ટર અલીની ટીમ હાલમાં આ સ્માર્ટ રિંગનું ટેસ્ટિંગ લગભગ 1 હજાર ડોક્ટર્સ, નર્સ અને હોસ્પિટલમાં કામ કરનારા સ્વાસ્થ્યક્રમીઓ પર થઈ રહી છે. આ સ્માર્ટ રિંગનું નામ ઓરા રિંગ નામ આપાવામાં આવ્યુ છે. ડોક્ટર અલી રેઝાઈનું કહેવું છેકે, આ સ્માર્ટ રિંગ કોઈ માણસમાં કોરોનાનાં લક્ષણ દેખાવાનાં 24 કલાક પહેલાં સંક્રમણ વિશે જાણકારી આપી શકે છે.

ઓરા રિંગનો ઉપયોગ કરનારા યુઝર્સે ફેસબુક પર પોતાનો અનુભવ શેર કર્યો છે. યુઝર્સનો દાવો છેકે,તેની આ વિંટીએ તેને ચેતવણી આપી હતીકે, તે જલ્દી બિમાર થવાનો છે. ત્યારબાદ યુઝરે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો તો રિઝલ્ટ પોઝીટીવ આવ્યુ હતુ. એવામાં લક્ષણ દેખાય તે પહેલાં જ તેને કોરોના વિશે જાણ થઈ ગઈ હતી. જેને કારણે તેની રિકવરી બહુજ જલ્દી થઈ હતી. ડોક્ટર અલીએ આગળ કહ્યુકે, જ્યા સુધી કોરોના વાયરસની રસી ન બને, ત્યાં સુધી આપણે આનાથી બચવાનો અને સંક્રમણને રોકવાની રીત શોધવી પડશે.