100 વર્ષ જૂની કબરમાંથી નીકળી રહ્યા હતાં માણસના વાળ, જોઈ લોકો ડરી ગયા

કેલિફોર્નિયાના એક યુવકે દાવો કર્યો છે કે, તેને કબરસ્તાનમાંથી 100 વર્ષ જૂની કબરમાંથી માણસના વાળ બહાર નીકળતા જોયા છે. જેનો વીડિયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેને મોટી સંખ્યામાં લોકોએ જોયો છે. આ વીડિયોમાં 1.5 મિલિયનથી વધારે વ્યૂ છે અને 1 લાખ 90 હજારથી વધુ લાઇક્સ છે. તો કબરમાંથી નીકળેલાં માણસના વાળને જોઈ લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. કેટલાક યૂઝરે આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું તો, કેટલાકે મજાક કરતા લખ્યું કે, ‘વાળ ખેંચો અને જો બૂમ પાડે તો ભાગી જાવ.’

શું છે સમગ્ર મામલો?
જોએલ મોરીસને જણાવ્યું કે, ‘જ્યારે મેં આ જોયું ત્યારે ચોંકી ગયો હતો. મને પોતાની આંખો પર વિશ્વાસ થતો નહોતો કે, હું આ શું જોઈ રહ્યો છું તે સાચું છે? જોકે, જ્યારે 37 વર્।ીય મોરિસને કબર પાસે જઈને જોયું તો, તેમણે એ વાત પર વિશ્વાસ થઈ ગયો હતો કે, સાચે જ આ માણસના વાળ છે.

ચાલતાં-ચાલતાં કબર પર પડી નજર
આ બધું ત્યારે થયું જ્યારે જોએલ હાલમાં સૈક્રામેન્ટોમાં સેન્ટ જોસેફ કૈથોલિક કબરસ્તાન ગયો હતો. તે કબરસ્તાનમાં ચાલતો હતો ત્યારે તેની નજર અચાનક એક જૂની કબરની બહાર નીકળેલા વાળ પર પડી હતી. તે ચોંદી ગયો અને આ દૃશ્યને કેમેરામાં કેદ કરી લીધા અને ટિકટોક પર શેર કરી દીધાં. જે ખૂબ જ જલદી વાઇરલ થઈ ગયો હતો.

ઝાડ અને જાનવરોથી નુકસાન થયું
મોરિસને ટિકટોક પર આ ક્લિપ શેર કરતાં લખ્યું કે, ‘હું કબરસ્તાનમાં હતો અને મેં સાચે જ ખૂબ જ ભયાનક દૃશ્ય જોયું હતું. અહીં એક કબર છે. જેની અંદર તિરાડમાંથી માણસના વાળ નીકળઈ રહ્યા છે. જોએલે જ્યારે આસપાસ બીજી કબરોને જોઈ તો ખબર પડી કે, કબરસ્તાનમાં ગ્રેવસ્ટોન પેડના મૂળિયા અને જાનવરો તેને નુકસાન પહોંચાડે છે.

મૃતકના પરિવારને ખોટું લાગ્યું
તેમણે વધુમાં કહ્યું કે, ‘મેં જે જોયું તે પછી મૃતકના પરિવાર માટે ખોટું લાગવા લાગ્યું હતું. સાથે જ કબરસ્તાનની દેખરેખની ચિંતા થવા લાગી હતી. એવું લાગી રહ્યું હતું કે, કદાચ તેમનું કોઈ રીતે અપમાન થઈ રહ્યું છે. હવે મોરિસન કોર્નરની ઓફિસમાં વાળનું સેમ્પલ લઈ જવાની યોજના બનાવી રહ્યા છે જેથી ખબર પડી શકે કે આ વાળ ખરેખર માણસના છે કે, નહીં?