ગુજરાતી યુવકના લગ્નમાં કેનેડાના યુવક-યુવતીઓએ ફૂલેકામાં ઊંટ પર સવાર થઈને માણી મજા

અમરેલી: હાલ ગુજરાતમાં લગ્નની સિઝન પુરજોશમાં ચાલી રહી છે ત્યારે લોકો લગ્નને યાદગાર બનાવવા માટે લગ્નમાં કંઈક અલગ જ કરતાં હોય છે. જેના કારણે લગ્ન યાદગાર બની શકે. તો આવા એક લગ્ન અમરેલીના બાબરામાં થયા હતાં. બાબરામાં વાળા પરિવારના ઘરઆંગણે બે દિવસ પહેલા એક લગ્ન યોજાયા હતાં. આ લગ્નમાંમાં સૌરષ્ટ્રના જ નહીં પણ છેક કેનેડાથી યુવક અને યુવતીઓ આવી પહોંચ્યાં હતાં અને આ લગ્નમાં ભરપૂર આનંદ માણ્યો હતો.

બાબરામાં વાળા પરિવારના ઘર આંગણે યુવકના લગ્ન યોજાયા હતાં. જેમાં બે દિવસ મહેમાનો ભરપૂર આનંદ માણ્યો હતો. આ લગ્નમાં સ્થાનિક જ સગા-સંબંધીઓ નહીં પરંતુ છેક કેનેડાથી આ લગ્નની મજા માણવા મિત્રો આવી પહોંચ્યા હતાં. કેનેડાના યુવક અને યુવતીઓ ખા મિત્ર એવા વરરાજાના લગ્ન માણવા બાબરા વાળા પરિવારના ઘરે પહોંચ્યાં હતાં. જ્યાં કેનેડાના યુવક અને યુવતીઓ ભારતીય પરંપરા પ્રમાણે લગ્નમાં મજા માણી હતી.

વરરાજાના મિત્રો કેનેડિયન ગોરીઓએ સાડી પહેરીને અને ગોરાઓ ઝભ્ભો પહેરીને રાસ ગરબા ઘૂમ્યા હતાં. કેનેડાના મિત્રો વરરાજાની સાથે ગર ગરબા રમ્યા હતાં. આ ઉપરાંત વરરાજાના ફૂલેકામાં ઊંટ પર સવાર થઈને કેનેડાના યુવક અને યુવતીઓએ આનંદ માણ્યો હતો.

કેનેડાથી આવેલા વરરાજાના મિત્રો લગ્નની તમામ વિધિમાં જોડાયા હતાં અને ભારતીય પરંપરાને નિહાળી ખુશ થઈ ગયાં હતાં. ગામના લોકો કેનેડિયનોને ઊંટ પર સવાર અને રાસ રમતા જોઈને ગામના લોકો પણ ખુશ થઈ ગયાં હતાં. આ લોકોને જોવા માટે આખું ગામ ઉમટ્યું હતું.

વરરાજાના લગ્નમાં 8 કેનેડાના મિત્રો લગ્નની મજા માણવા આવી પહોંચયા હતાં. આ કેનેડિયન મહેમાનોને જોવા માટે આખું ગામ ઉમટી પડ્યું હતું. જેની તસવીરો પણ વાયરલ થઈ હતી.

ઊંટ પર સવાર થઈને કેનેડાના યુવક અને યુવતીઓએ ફૂલેકાની મજા માણી હતી. વિદેશી લોકોને ગામા લોકો જોવા ઉમટી પડ્યાં હતાં.

કેનેડાના ગોરાએ ઝભ્ભો અને ગોરીઓએ સાડી પહેરીને રાસ ગરબામાં ઘૂમ્યા હતાં. આ ઉપરાંત ફૂલેકામાં પણ વિદેશી ગોરીઓ ગરબા રમ્યાં હતાં.

લગ્નમાં કેનેડાના મહેમાનોએ રાસ ગરબા અને ઊંટ પર સવારી કરી હતી જેના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

વરરાજાના લગ્નમાં મહેમાન બનીને આવેલા કેનેડાના મિત્રોની આખા ગામમાં ચર્ચા થતી હતી.