દુનિયાના સૌથી મોટા સ્ટેડિયમની નવી તસવીર આવી સામે, આકાશમાંથી જુઓ અમદાવાદમાં સ્ટેડિયમનો અદ્દભૂત નજારો

અમદાવાદ: દુનિયાના ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈને બેઠા છે તેનો હવે અંત આવી ગયો છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયનું ઉદઘાટ થવા જઈ રહ્યું છે. અમદાવાદના મોટેરામાં અંદાજે 700 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમનું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. નવું બનાવવામાં આવેલ મોટેરા સ્ટેડિયમ 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા ધરાવે છે. અંદાજિત 700 કરોડના ખર્ચે નિર્માણાધિન આ સ્ટેડિયમ 63 એકર જેટલા વિસ્તારમાં તૈયાર કરવામાં આવ્યું છે. મોટેરા સ્ટેડિયમની તસવીરો હાલ વાયરલ થઈ છે. આકાશમાંથી ક્લિક થયેલી સ્ટેડિયમની તસવીરો સામે આવી છે. બીસીસીઆઈએ પોતાના ટ્વિટર પણ આ તસવીરો પોસ્ટ કરી હતી.

અમદાવાદમાં તૈયાર થઈ રહેલા મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવશે. જેને લઈને રાત-દિવસ કામ ચાલી રહ્યું છે. મોટેરા સહિતના આસપાસના વિસ્તારમાં પોલીસને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં તૈયાર થયેલા સ્ટેડિયમમાં એક લટાર મારો….

1) વિશ્વના સૌથી મોટા મેલબોર્ન ક્રિકેટ સ્ટેડિયમને ડિઝાઈન તૈયાર કરનારી આર્કિટેક્ટ ફર્મ પોપ્યુલસ દ્વારા આ નવા સ્ટેડિયમની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે.

2) નવું મોટેરા સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 1.10 લાખ લોકોના બેસવાની ક્ષમતા છે.

3) અમદાવાદના મોટેરામાં બની રહેલા નવા સ્ટેડિયમને બનાવવાનો અંદાજિત ખર્ચ 700 કરોડ રૂપિયો થશે.

4) સ્ટેડિયમના બાંધકામનો કોન્ટ્રાક્ટ દેશની પ્રખ્યાત નિર્માણ કંપની લાર્સન એન્ડ ટૂર્બોને આપવામાં આવ્યો છે.

5) આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રૂમ, 55 રૂમ સાથેનું એક ક્લબ હાઉસ, 76 કોર્પોરેટ બોક્સ અને એક ઓલિમ્પિક સાઈઝના મોટા સ્વિમિંગ પુલ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

6) સ્ટેડિયમના અંદર જ એક ઈન્ડોર ક્રિકેટ એકેડમી પણ તૈયાર કરવામાં આવશે. મેચ નિહાળી શકે માટે સ્ટેડીયમમાં 2 જેટલી 10 બાય 20ની એલઈડી સ્ક્રીન પણ લગાવાશે જેથી દર્શકો મેચ જોવાનું ચુકી ન શકે.

7) આ સ્ટેડિયમનું પાર્કિંગ પણ એટલું જ વિશાળ બનાવવામાં આવ્યું છે કે, સ્ટેડિયમના પાર્કિંગમાં 3,000 ફોર વ્હિલ કાર અને 10,000 ટૂ-વ્હીલ પાર્ક કરી શકાશે. આ સાથે જ સમગ્ર સ્ટેડિયમમાં દર્શકો સરળતાથી હરી-ફરી શકે એવી ચાલવાની જગ્યા પણ હશે. સમગ્ર સ્ટેડિયમમાં એક પણ પિલ્લર જોવા મળશે નહીં.

8) પિલ્લર ન હોવાના કારણે સ્ટેડિયમના ગમે તે ખુણામાં બેસીને મેચનો આનંદ માણી શકશો. રૂફ પર અદ્યતન ટેક્નોલોજી સાથેની 580 એલઈડી લાઈટ લગાવવામાં આવી છે.

9) સ્ટેડિયમમાં 100થી વધુ સીસીટીવી અને 200 કરતાં પણ વધારે મોંઘાદાટ સ્પિકર લગાવવામાં આવ્યા છે.

10) ત્રણ માળની વીઆઈપી લોજ તૈયાર કરવામાં આવી છે. જેમાં 76 ખાસ રૂમ તૈયાર કરાયા તો ક્રિકેટરો માટે અલગ ફ્લોર બનાવાયો છે. જેમાં 4 ચેન્જીંગ રૂમ, મીટીંગ રૂમ અને કોચ રૂમ રાખવામાં આવ્યા છે. મીડિયા રૂમ, ફુડ કોર્ટ સહિતની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.