કોરોના વાયરસની રસી શોધવાને લઈને ચીફ સાયન્ટિસ્ટે શું આપી મોટી ચેતવણી?

HIVથી દર વર્ષે સરેરાશ 8 લાખ લોકો મરી રહ્યા છે. છેલ્લાં 40 વર્ષોમાં હજી સુધી HIVની કોઈ વેક્સિન મળી શકી નથી. આ વાતનો જ ઉલ્લેખ કરતાં કોરોના વાયરસની રસી શોધી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહેલી પ્રમુખ સાયન્ટિસ્ટ જેન હોલ્ટને કહ્યું હતું કે, કદાચ કોરોનાની વેક્સિન પણ ક્યારેય ન મળી શકે. તેમણે કહ્યું કે, વિજ્ઞાનમાં કશું પણ નિશ્ચિત નથી.

જેન હોલ્ટન કોરોના રસીની શોધ માટે કામ કરી રહેલી આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહી છે. આ ટીમને બિલ ગેટ્સ તરફથી ભંડોળ પ્રાપ્ત થયું છે. જેનને ઓસ્ટ્રેલિયાના સૌથી અનુભવી રોગચાળાના નિષ્ણાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એક્ઝિક્યુટિવ બોર્ડમાં પણ સેવા આપી છે અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે.

જેનો હોલ્ટને આ ચેતવણી આપી છે જેથી કોરોના સામેના બધા દેશો ફક્ત રસીની આશામાં ન બેસી રહે. તેના કરતા, કોરોનાને હરાવવા માટે પ્લાન B પર પણ કામ થવું જોઈએ. કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 17 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, ઘણા દેશોમાં કોરોના રસી શોધવા માટે ટ્રાયલ કરવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન અખબાર સાથેની વાતચીતમાં વૈજ્ઞાનિક જેન હોલ્ટન કહે છે કે આરોગ્ય અધિકારીઓએ પ્લાન બી પર વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે. કારણ કે બની શકે કે આપણે કોરોના રસી શોધી શકીએ નહી. જો કે, દુનિયામાં ઘણા આરોગ્ય નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે 2021 સુધીમાં વિશ્વને કોરોના રસી તૈયાર કરવામાં સફળતા મળશે.

પરંતુ જેન હોલ્ટન કહે છે કે આટલા ટૂંકા સમયમાં કોરોનાની રસી તૈયાર કરવી તે અવિશ્વસનીય છે. તેઓએ કહ્યું છે કે અવાસ્તવિક અપેક્ષાઓ આપવામાં આવી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે COVID-19 સિવાય અન્ય કોરોના વાયરસની રસી હજી સુધી બનાવવામાં આવી નથી.
જ્યારે, HIVથી ફક્ત 2008માં જ 7.7 લાખ લોકો દુનિયામાં મૃત્યુ પામ્યા હતા. છેલ્લા 40 વર્ષોમાં, 3 કરોડ 20 લાખ લોકો એચઆઈવીથી મૃત્યુ પામ્યા છે. પરંતુ આજદિન સુધી વૈજ્ઞાનિકોને એચઆઈવીની રસી મળી નથી.

અમેરિકા, ચીન સહિત ઘણા દેશોમાં મનુષ્ય પર કોરોના રસીનો ટ્રાયલ શરૂ થઈ રહ્યો છે. પરંતુ જેન હોલ્ટનની ચેતવણી અપેક્ષાઓ ઓછી કરવાની છે. જોકે, તે કહે છે કે તે સતર્ક કરવા માગે છેકે, લોકો વૈકલ્પિક યોજનાઓ પર કામ શરૂ કરવા લાગે.