હરિદ્વારમાં ગંગાનું પાણી એટલું ચોખ્ખુ થયું કે લોકો જોઈને થઈ ગયા આશ્ચર્યચકિત

કોરોના વાયરસના કહેરને કાબૂમાં લેવા ભારતમાં લાગુ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન કુદરત પોતાનું સમારકામ કરતી હોવાનું લાગે છે. હાલનાં દિવસોમાં હરિદ્વારમાં ગંગા નદીનું પાણી ખૂબ ચોખ્ખું થઈ ગયું છે. એટલું શુધ્ધ કે નદીની નીચેની જમીનની સપાટી સ્પષ્ટ દેખાઈ રહી છે.
લોકડાઉન લાગૂમાં રસ્તા ઉપર વાહનો, મોલ્સ, માર્કેટ, પર્યટન સ્થળો, ટ્રેનો, વિમાન બધું બંધ છે. લોકો ઘરોમાં છે. વ્યવસાય અને સામાન્ય પ્રવૃત્તિઓ બંધ છે.

તેનાથી ગંગાના પાણીની ગુણવત્તામાં ઘણો સુધારો થયો છે. નિષ્ણાંતોના મતે લોકડાઉન સમયે ગંગાના પાણીમાં 40થી 50 ટકાનો સુધારો થયો છે.

નદીને સાફ કરવાના પ્રયત્નોમાં વર્ષોથી ઘણી યોજનાઓ બની છે અને કેટલા પૈસા ખર્ચ કરવામાં આવ્યા છે પરંતુ લોકડાઉન દરમિયાન આવેલાં પરિણામો ક્યારેય જોવા મળ્યા નથી.

કોરોના ચેપને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ સી. રવિશંકરે 20 માર્ચથી હરિદ્વારની હર કી પૈડી ખાતે ઐતિહાસિક ગંગા આરતીમાં સામાન્ય લોકોનો પ્રવેશ બંધ કરી દીધો હતો.

આરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

ગંગાની હાલની તસવીરો જોઈને આશ્ચર્યચકિત થઈ જશો.