વુહાન બાદ અહીંથી મંડરાયો પાછો ખતરો, ફરી દુનિયામાં મચાવશે ઉથલપાથલ?

જ્યારે કોરોના વાયરસથી દુનિયાભરમાં ચકચાર મચી ગઈ, ત્યારે ચીને તેના સૌથી અસરગ્રસ્ત શહેર વુહાનમાંથી લોકડાઉન દૂર કરવાનું શરૂ કર્યું છે. જોકે, COVID-19ના ચેપનો સામનો કરી રહેલા ચીનની મુશ્કેલી હજી પૂરી થઈ નથી, કેમ કે અહીંનાં એક પ્રાંતમાં વુહાન જેવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર ચીનના હેલોનજિંયાંગ પ્રાંતમાં અત્યાર સુધીમાં 300 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના અન્ય દેશોના છે. આ સિવાય, એવા કિસ્સાઓમાં પણ વધારો થયો છે જ્યાં દર્દીમાં લક્ષણો જ નથી. આવી સ્થિતિમાં અહીં હજારો હોસ્પિટલના બેડ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

રશિયાથી પાછા આવેલાં લોકો પોઝીટીવ
હેલોનઝિયાંગ પ્રાંતના સુઇફિન શહેરને 7 એપ્રિલે લોકોડાઉન કરવામાં આવ્યો હતો. તેની સરહદ રશિયાને અડીને છે. રશિયા આવવા અને જવા માટેના હવાઈ માર્ગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ રસ્તાઓ હજી પણ ખુલ્લા છે. આને કારણે ત્યાંના લોકો હજી અહીં પ્રવેશ કરી રહ્યા છે. સોમવારે, હેલોનઝિયાંગમાં મળી આવેલા 79 નવા કેસો એવા લોકોના છે કે જેઓ રશિયાથી પરત ફર્યા હતા. જો આપણે અગાઉના આંકડા જોઈએ, તો 27 માર્ચથી 9 એપ્રિલ સુધી, લગભગ 100 કેસ બહારના લોકોના હતા જ્યારે 148 કેસ એવા લોકોના હતા, જે લોકોમાં લક્ષણો નથી. આ સમયગાળા દરમિયાન ફક્ત 3 સ્થાનિક કેસ જોવા મળ્યા હતા.

અસ્થાયી હોસ્પિટલ, તબીબી ટીમ તૈયાર
સુઈફીનમાં 600 બેડની અસ્થાયી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. લગભગ 70,000 લોકોને લોકડાઉનમાં રાખવામાં આવ્યા છે. દરેક ઘરમાંથી એક જ વ્યક્તિને જરૂરી સામાન લાવવા 3-3 દિવસે રોજ ઘરની બહાર જવાની મંજૂરી આપવામાં આવશે. રિપોર્ટ મુજબ હેલોનઝિયાંગમાં અન્ય સ્થળોએ આશરે 4,000 બેડ હોસ્પિટલો બનાવવાની યોજના છે. આ ઉપરાંત આશરે 1,100 સભ્યોવાળી મેડિકલ સપોર્ટ ટીમ પણ તૈયાર કરવામાં આવશે, જેના માટે અરજીઓ માંગવામાં આવી છે.

મંડરાઈ રહ્યો છે ખતરો
અમેરિકાનાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડના જણાવ્યા અનુસાર, ઇન્ફેક્શનના લગભગ 25% કેસોમાં કોઈ લક્ષણો દેખાતા નથી. આવા કિસ્સાઓમાં, ચેપ ફેલાયાના 48 કલાક પછી લક્ષણો દેખાવાનું શરૂ થાય છે. સ્વસ્થ થયા પછી પણ, લોકોની પોઝીટીવટેસ્ટ કરવામાં આવ્યા છે. ચીને તાજેતરના ડેટા બહાર પાડતી વખતે એવા કિસ્સાઓનો સમાવેશ કર્યો નથી કે જ્યાં લક્ષણો જોવા મળ્યા ન હતા.ચીનમાં અત્યાર સુધીમાં 82,249 પોઝિટિવ લોકોમાંથી 77,738 લોકો સાજા થયા છે.

વહીવટીતંત્ર વાસ્તવિકતા છુપાવે છે?
હેલોનઝિયાંગનાં સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે, વહીવટીતંત્ર વાસ્તવિક પરિસ્થિતી ઉપર પડદો પાડવા માટે આવું કહી રહ્યુ છેકે, હવે સામે આવી રહેલાં કેસો બીજા દેશોમાંથી આવી રહ્યા છે. તેમનું કહેવું છેકે, જો તે સ્વીકારવામાં આવશે કે, સ્થાનિક સ્તરે ચેપ ફેલાઈ રહ્યો છે તો એવું સાબિત થશે કે,વાયરસને ફેલાતો અટકાવવામાં આવ્યો નથી.