ગુજરાતના આ એક માત્ર શહેરમાં સાંજે 6:30 વાગે પછી કેમ લગાવાયું કરફ્યુ? જાણો

હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ગુજરાતના ચાર મોટા શહેરોમાં કરફ્યુ લગાવવામાં આવેલો છે જેમાં રાતે 10થી સવારે 6 વાગે સુધી કરફ્યુ રહેશે. 31 ડિસેમ્બર એટલે આજ ગુજરાતમાં કોઈ પણ પ્રકારની ઉવજણી ન થાય તે માટ ગુજરાત સરાકારે કડક નિયમો બનાવ્યા હતાં. ત્યારે ગુજરાતના આ એક માત્ર શહેરમાં એવા સાપુતારામાં ડાંગ પોલીસ વિભાગ દ્વારા સાંજે 6:30 વાગેથી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, પ્રવાસીઓની ભીડને કારણે કરફ્યુનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સાપુતારા ખાતે આ નિયમનું પાલન કરાવવા માટે ડાંગ જિલ્લા પોલીસ વિભાગ પણ તૈનાત થયું છે. સાપુતાર ખાતે સાંજે 6.30 વાગ્યા પછી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. પ્રવાસીઓની ભીડને લઈને ડાંગ પોલીસ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સુરક્ષાકર્મીઓએ દુકાનોમાં ફરી લોકોને સૂચના આપી છે.

સામાન્ય રીતે દર વર્ષે થર્ટી ફસ્ટની રાત્રે સાપુતારામાં મોટી સંખ્યામાં લોકો પાર્ટી કરવા માટે આવતાં હોય છે. ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્થાનિક હોટલ સંચાલકો પણ આજના દિવસે એટલે નવા વર્ષને આવકારવા મોટું આયોજન કરતાં હોય છે.

જોકે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ ઉત્સવો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને અન્ય પ્રવાસન સ્થળોની જેમ સાપુતારા ખાતે પણ કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું નથી. જોકે સાપુતારામાં લાગતાં રાત્રી કરફ્યુ અને અન્ય રાજ્યોમાં પણ કોવિડ19ની પરિસ્થિતિ જોતાં મોટાભાગના લોકોએ પરિવાર અને મિત્રો સાથે સાપુતારા ખાતે નવા વર્ષની ઉજવણી કરવાનું પસંદ કર્યું છે.

સાપુતારની મોટા ભાગની હોટલોમાં 3 દિવસ સુધી બુકીંગ હાઉસ ફૂલ થઈ ગયું છે. ગિરિમથક ખાતે કુદરતી સૌંદર્યનો આનંદ અને મોજ મસ્તી સાથે 2020 વર્ષને વિદાય આપી 2021ના નવા વર્ષને આવકારશે. ડાંગ જિલ્લામાં ખાસ કરી મહારાષ્ટ્રને જોડતા ગિરિમથક અને નવાપુરા નજીક પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. કુલ 10 જગ્યાએ ચેકપોસ્ટ બનાવી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. આ બંદોબસ્ટમાં કુલ 300થી વધુ પોલીસ અધિકારીઓ ખડે પગે ફરજ બજાવી રહ્યા છે.