વાહ..! IAS હોવા છતાંય માલસામાનની ગુણી ઉપાડીને થયો ચાલતો, કારણ જાણીને થશે ગર્વ

પથનમથીટ્ટા, કેરળઃ કોરોના વાયરસની જંગમાં હાલમાં દેશ પોતાની રીતે લડાઇ લડી રહ્યો છે પરંતુ આ મુશ્કેલ સમયમાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને સરકારી વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહેલા ડોક્ટર્સ, નર્સ, કર્મચારીઓ અને ઓફિસરોની કામગીરી વખાણવા લાયક છે. આવા જ એક કર્તવ્ય નિષ્ઠ IAS ઓફિસરની તસવીર સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહી છે. આવો જાણીએ આ સેવાભાવી IAS વિશે.

તસવીરમાં યુવા ઓફિસર પીઠ પર ગુણી લાદી પોતાની ટીમ સાથે પગપાળા લોકોની જરૂરિયાતનો સામાન લઇ જતા દેખાઇ રહ્યાં છે. આ ઓફિસર તિરુવંતમપુરમના પથનમથીટ્ટાના યુવા ક્લેક્ટર પીબી નુહ છે.

નૂહ 2012 બેંચના IAS છે. આ યુવા ઓફિસરનો જન્મ એર્ણાકુલમના એક સાધારણ પરિવારમાં થયો હતો. નૂહ અને તેના મોટા ભાઇએ ખુબ જ મહેનત કરી અને યુપીએસસી બાદ આઇએસએસ ઓફિસર તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું. નૂહના મોટા ભાઇ પીબી સલીમ પણ બંગાળ કેડરના આઇએએસ છે.

પથનમથીટ્ટામાં કોરોના વાયરસના 286 પોઝિટવ કેસ આવ્યા હતા, જે હવે માત્ર 13 થઇ ગયા છે. આ પાછળ નૂહની સરકારી વ્યવસ્થા જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પથનમથીટ્ટામાં સ્થિત સબરીમાલા માર્ચની શરૂઆતમાં દેશની પ્રથમ એવો વિસ્તાર બન્યો, જ્યાં દર્શન કરવા આવેલા ઈટલીથી પરત ફરેલા પરિવારના કારણે કોરોના ફેલાયો હતો.

કેરળનો આ જિલ્લો એક સમયે કોરોના વાયરસનો હોસસ્પોટ હતો પરંતુ મોટાભાગના કેસ નેગેટિવ થઇ ગયા, જેથી સરકારે તેને હોટ સ્પોટમાંથી બહાર નીકાળી દીધો. અહીં કોરોના પર સંપૂર્ણપણે નિયંત્રણ લાવવામાં આવ્યું છે.

પથનમથીટ્ટા કેરળનો પ્રથમ જિલ્લો છે, જેણે કોરોના સંક્રમિતોના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરવા માટે ફ્લોચાર્ટની મદદ લીધી. આવું એટલા માટે કરવામાં આવ્યું, જેથી 29 ફેબ્રુઆરીએ ઇટલીથી પરત ફરેલા પરિવારના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળી શકાય.

11 માર્ચે નૂહના ડિપાર્ટમેન્ટ એક ફ્લોચાર્ટ જાહેર કર્યો. આ ચાર્ટમાં ઇટલીથી આવેલા પરિવારના કોચ્ચી એરપોર્ટ પર પહોંચવાથી લઇને દરેક ટ્રાવેલ હિસ્ટ્રી તપાસવામાં આવી. આ પરિવારના સંપર્કમાં આવેલા અનેક મિત્ર, સંબંધીઓ અને તેના ઘરવાળા પોઝિટિવ આવ્યા હતા.

કોરોનાથી ઇન્ફેક્ટેડ ફ્લોચાર્ટને ટ્રેક કરવાના પ્રયાસથી સફળતા એવી મળી કે સમય રહેતા સંપર્કમાં આવેલા લોકોને શોધી વાયરસને વધુ ફેલાવાથી રોકી શકાયો. વાત કરીએ કેરળની તો હાલ રાજ્યમાં કોરોનના કુલ 314 કેસ છે. ભારતના અન્ય રાજ્યોની તુલનામાં નવા કેસની સંખ્યા ખુબ જ ઘટી છે.

કેરળમાં નવા કેસ ઘટ્યા છે. શરૂઆતમાં અહીં ભારતના સૌથી વધુ કેસ સામે આવ્યા હતા પરંતુ હવે આ રાજ્ય ચોથા નંબર પર આવી ગયું છે, જેમાં મહદઅંશે પથનમથીટ્ટા જેવા હોટસ્પોટમાં નિયંત્રણ કરવાનું છે. આ કામ પાછળ IAS નૂહ અને તેની ટીમનો મોટો હાથ છે.