સરકાર મહિલાઓનાં જનધન ખાતામાં 3 મહિનામાં જ 1.70 લાખ કરોડ રૂપિયા જમા કરાવશે, જાણો કેવી રીતે

સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે દિવસે ને દિવસે કેસોમાં સતત વધારો થતો રહે છે. ત્યારે કોરોના મહામારીથી બચવા માટે સરકારે 21 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉનમાં ઘણા ગરીબ પરિવારોની રોજી-રોટી પર અસર પડી છે. જેમાંથી બહાર આવવા માટે સરકારનાં નાણામંત્રી નિર્મલા સિતારમણે 1.70 લાખ કરોડનાં પેકેજની જાહેરાત કરી છે.

આ જાહેરાતમાં ગરીબ મહિલાઓનાં જનધન ખાતાઓમાં દર મહિને 500 રૂપિયા નાંખવાનો વાયદો કર્યો છે. આ મદદની રકમ ત્રણ મહિના સુધી આપવામાં આવશે. મહિલા જનધન યોજના હેઠળ લાભાર્થીઓને 3 એપ્રિલથી બેંક ખાતામાં 500 રૂપિયાનો પહેલાં હપ્તો મળવાનો શરૂ થઈ ગયો છે. તેનો ફાયદો લગભગ 20 કરોડ મહિલાઓને થશે.

કઈ તારીખે કોના ખાતામાં જમા થશે રૂપિયા
જે જનધન ખાતાનાં છેલ્લાં નંબર 0 અથવા 1 છે તે ખાતામાં 3 એપ્રિલે પૈસા નાંખવામાં આવ્યા હતા. જો છેલ્લો નંબર 2 અથવા 3 છે તો ખાતામાં 4 એપ્રિલે પૈસા નાંખવામાં આવશે. જો છેલ્લો નંબર 4 અથવા 5 છે તો ખાતામાં 7 એપ્રિલે પૈસા નાંખવામાં આવશે.

કઈ તારીખે કોના ખાતામાં જમા થશે રૂપિયા
જો છેલ્લો નંબર 6 અથવા 7 છે તો ખાતામાં 8 એપ્રિલે પૈસા નાંખવામાં આવશે. જો છેલ્લો નંબર 8 અથવા 9 છે તો ખાતામાં 9 એપ્રિલે પૈસા નાંખવામાં આવશે.

આ રીતે ઉપાડી શકશો પૈસા
કોરોના વાયરસ હેઠળ સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે એટલા માટે ઈન્ડિયન બેંક્સ એસોસિએશન તરફથી અપીલ કરવામાં આવી છેકે, સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખવામાં આવે. બેંકોએ ખાતાધારકોને તેમનાં ખાતા નંબરનાં આધાર પર એક ટાઈમ ટેબલ રજૂ કર્યુ છે. જેનાં આધાર પર ગ્રાહક પોતાના ખાતામાંથી પૈસા ઉપાડી શકશે. બેંકોએ આ ટાઈમ ટેબલને લઈને કહ્યુ છેકે, આ ફક્ત આ મહિને જ લાગૂ થશે.