કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ યુવતી હોસ્પિટલમાંથી ઘરે પહોંચી, તે જોઈને તે ચોંકી ગઈ હતી

કોરોનાના કોહરામ વચ્ચે સોનીપતમાંથી એક ઘટના સામે આવી છે. આ ફોટો હ્રદયને ઠંડક પહોંચાડનારો છે. જેમાં કોરોના સામે જંગ જીતીને પાછી ફરેલી તમન્ના જૈનનું ફૂલો વરસાવીને અને થાળીઓ વગાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સોનીપતની રહેવાસી તમન્ના UKમાં ભણે છે. ત્યાંથી તે 18 માર્ચે ઘરે પાછી આવી હતી. પરંતુ અચાનક તેની તબિયત લથડતાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યા તે કોરોના પોઝિટિવઆવી હતી.

દાખલ થયાના બે દિવસમાં જ રિપોર્ટ નેગેટીવ આવવાં લાગ્યા હતા
પોઝિટિવ આવ્યા બાદ તમન્ના 19 માર્ચે ખાનપુર કલાં મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું રેગ્યુલર બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું હતું. દાખલ થયાનાં બે દિવસ બાદથી તેનાં નેગેટિવ રિપોર્ટ આવવા લાગ્યા હતા. ત્યારબાદ ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી.

ત્રીજો રિપોર્ટ નેગેટીવ આવ્યો તો હોસ્પિટલે તેને સ્વસ્થ હોવાનું કહીને રજા આપી દીધી હતી. રજા મળ્યા બાદ હવે ઘરે જવાની વારો હતો. તે જેવી ઘરે પહોંચી તો લોકોએ ફુલો વરસાવીને તેનું સ્વાગત કર્યુ હતુ.

ઘરે જતાં જ પોતાને કરી લીધી ક્વોરેન્ટાઈન
કોરોના સામે જીતનારી તમન્ના જૈન UK યુનિવર્સિટી ઓફ કેન્બ્રિઝમાં માસ્ટર ઈન એપ્લાઈડ મેથેમેટિક્સ ભણી રહી છે. તમન્ના ઘરે આવતા પહેલાંથી કોરોના પ્રત્યે જાગૃત હતી.

તે જ્યારે 18 માર્ચે તેના ઘરે આવી તો સૌથી પહેલાં તેણે પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી દીધી હતી. આજ કારણે તેના સિવાય તેના પરિવારનાં કોઈ પણ સદસ્યને કોરોનાનો ચેપ લાગ્યો ન હતો.