દીકરી ડ્યુટી પર જાય છે ત્યારે પથારીવશ પિતાની આંખમાં આવી જાય છે આંસુ, જાણો કેમ

લુધિયાણા: કોરોના મહામારી સામે અનેક લોકો પોતાની ફરજ નિભાવી રહ્યા છે, જે પોતા કાંઈક પરેશાનીમાં છે અથવા તો તેમના પરિવારમાં કોઈ બીમાર છે. આવી જ એક કહાની છે અહીંની 25 વર્ષિય સતનામ કૌર ઉર્ફ સિમરનની. સામાન્ય રીતે આ ઉંમરમાં કોઈ મોટી જવાબદારી માથા પર નથી હોતી…જ્યાં સુધી ઘરમાં કોઈ મોટી સમસ્યા ન હોય. સિમરનના ઘરમાં ઘણી પરેશાનીઓ છે. પરંતુ તે ઘર અને ડ્યૂટી બંનેને મેનેજ કરે છે. પોતાની ડ્યૂટીને બોજ નથી સમજી રહી પરંતુ તેને દેશ અને સમાજ માટે પોતાની ફરજ સમજીને નિભાવી રહી છે. સિમરન સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બનાવવામાં આવેલા આઈસોલેશન વોર્ડમાં અટેન્ડર છે. જે વૉર્ડમાં જતા પણ લોકો ગભરાય છે, ત્યા સિમરત હસતા હસતા જાય છે દર્દીઓ સાથે એવી રીતે કે જાણે તેની સગા-સંબંધીઓ હોય. સૌથી મોટી વાત, સિમરનના માતા-પિતા ખુદ ગંભીર રીતે બીમાર છે.

દીકરી પર પિતાને ગર્વ
સિમરન ચંડીગઢ માર્ગ પર આવેલા જમાલપુર વિસ્તારમાં રહે છે. સિમરને જણાવ્યું કે તેમની માતાને છેલ્લા 10 વર્ષથી સુગર છે. તે ઘરનું કામ નથી કરી શકતી. તેમની સંભાળ રાખવાની જરૂર પડે છે. તો પિતાને પાંચ વર્ષથી પેરાલિસિસનો હુમલો આવ્યો હતો. ત્યારથી તેઓ પથારીમાં છે. તેમના બે ભાઈઓ છે, બંને પ્રાઈવેટ નોકરી કરે છે.

જ્યારે પિતાને ખબર પડી કે તેમની દીકરીની ડ્યૂટી આઈસોલેશન વૉર્ડમાં છે તો તેમને ચિંતા વધી ગઈ હતી. પરંતુ જ્યારે દીકરીનું સાહસ જોયું તો તેમને ગર્વ થયો હતો. અનેક વાર જ્યારે દીકરી જ્યારે ડ્યૂટી પર જાય છે તો પિતાની આંખો ભરાઈ આવે છે પરંતુ જ્યારે દીકરી સ્મિત આપે છે, તો સઘળો ડર દૂર થઈ જાય છે. જોકે પિતાએ સિમરનને હંમેશા સમાજ સેવા કરવા માટે પ્રેરિત કરી, સિમર જણાવે છે કે જ્યારે પણ એવી ડ્યૂટીની વાત આવે છે, ત્યારે પિતા હંમેશા કહે છે કે દેશ અને સમાજ પહેલા છે.

આ જ સમય છે પોતાની ફરજ નિભાવવાનો
સિમરન જણાવે છે કે, આવા મોકા પર જ ખબર પડે છે કે તમે તમારી ફરજને લઈને કેટલા ગંભીર છો. સિમરન રહે છે કે તે ફરજ દરમિયાન સુરક્ષાનું ધ્યાન રાખે છે. પછી મોતથી શું ડરવાનું? એક દિવસ તો સૌને મરવાનું છે.