મોતીના દાણા જેવા આટલા સુંદર હેન્ડરાઈટિંગ તમે તમારી જિંદગીમાં નહીં જોયા હોય

કહેવામાં આવે છે કે, આવડતને ભલે ગમે એટલી છુપાવી લો તે પોતાનો રસ્તો ખુદ શોધીને સામે આવી જ જાય છે. સ્કૂલમાં બાળકો સૌથી પહેલાં સુંદર અક્ષરે લખતાં શીખવાડવામાં આવે છે. જે બાળકના અક્ષર સારા હોય તેના સારા વખાણ થાય છે. સારા અક્ષર વાંચનારા વ્યક્તિ પર પણ સારી અસર થાય છે. એવામાં આઠમાં ધોરણની એક વિદ્યાર્થિનીના અક્ષરની અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. તેમની હેન્ડરાઇટિંગે જૂના દરેક રેકોર્ડ તોડી નાખ્યા છે. બાળકીના રાઇટિંગને જોઈ લોકોના મોઢામાંથી Wow શબ્દ નીકળી રહ્યો છે.

દુનિયાના સૌથી સારા અક્ષર
આ સુંદર અક્ષરે લખનારી બાળકીનું નામ છે પ્રકૃતિ મલ્લા અને તે નેપાળની રહેવાસી છે અને આઠમાં ધોરણમાં ભણે છે. પ્રકૃતિ નેપાળમાં નેશનલ લેવલ હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશનમાં પેનમેનશિપ જીતી હતી. નેપાળ સરકારે તેમના આ અક્ષર દેશના સૌથી સુંદર અક્ષર હોવાનું કહ્યું છે. પ્રકૃતિના આ અક્ષર દરેક લોકોને પસંદ છે અને તેમની હેન્ડરાઇટિંગ જોયા પછી વાહ શબ્દ નીકળે છે અને એટલા સારા અક્ષરે કોઈ કેવી રીતે લખી શકે છે.

પ્રકૃતિ મલ્લા નેપાળના ભક્તપુરમાં રહે છે જ્યારે તેમને વર્ષ 2018માં પેનમેનશિપ કોમ્પિટિશન જીતી હતી ત્યારે તે આઠમા ધોરણમાં હતી. તે ભક્તપુરની સૌનિક આવાસીય સ્કૂલમાં ભણે છે. પ્રકૃતિ હાલમાં દુનિયાની સૌથી સુંદર હેન્ડરાઇટિંગની કોઈ કોમ્પિટિશન તો જીતી નથી. પણ તેમના વિશે કહેવામાં આવે છે કે, આ રાઇટિંગ દુનિયાના સૌથી સુંદર રાઇટિંગમાંથી એક છે. તેમના હેન્ડરાઇટિંગને જોઈને એવું પણ લાગે છે કે, શું કોઈ આના કરતાં ખૂબ સુંદર લખી શકે છે. પ્રકૃતિને તેમના મોતી જેવા સુંદર અક્ષર માટે દેશમાં ઘણી જગ્યાએ સન્માનિત કરાયા છે. આશ્ચર્યની વાત છે કે, તેમના અક્ષરના ફોટો વાઇરલ થયાની ખબર ઘણાં સમય પછી તેમને થઈ હતી.

જાણીતા લિડરશીપ કોચ ક્રિસ્ટીન ફર્ગ્યૂસને પ્રકૃતિના વખાણ કરતાં લખ્યું હતું કે, ‘આ નેપાળની 8 વર્ષની બાળકીના હેન્ડરાઇટિંગ છે જે દુનિયાના સૌથી સુંદર અક્ષર માનવામાં આવે છે.’

2 કલાકનો અભ્યાસ
પ્રકૃતિ વિશે કહેવામાં આવે છે કે, તે દરરોજ બે કલાક અભ્યાસ કરે છે. જેને કારણે તેના અક્ષર સારા છે. સોશિયલ મીડિયા યૂઝર્સે તેમના રાઇટીંગ જોયા પછી કહ્યું કે, આટલા સારા અક્ષરના ફોન્ટ બનાવીને કોમ્યુટરમાં પ્રોગ્રામ કરવા જોઈએ. કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે, દરેક અક્ષર વ્યવસ્થિત સ્પેસ સાથે લખ્યો છે અને દરેક આલ્ફાબેટ એક જ જેવો છે. આ ઉપરાંત કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, દુનિયામાં આવા અક્ષરે બીજું કોઈ લખી જ શકતું નથી.

તેમની કરસ્યુ રાઇટિંગ નેટીજન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તે આ કૈલીગ્રાફીની સાથે કમ્પેર કરી રહ્યા છે અને સાથે જ કહી રહ્યા છે કે, હવે સ્કૂલમાં પ્રકૃતિ જેવા અક્ષરે લખતાં શીખવું જોઈએ. ઘણાં લોકો તો આ વાત પર વિશ્વાસ કરતાં નથી કે, હાથથી કોઈ આટલું સારું કેવી રીતે લખી શકે છે અને આ અક્ષરને કોમ્પ્યુટરાઇઝિંગ રાઇટિંગ કહી રહ્યા છે. પણ આ ફોટોમાં આપવામાં આવેલો એક એક શબ્દ પ્રકૃતિએ તેના હાથથી લખેલો છે.