22 વર્ષ બાદ આ ડોક્ટરનો ખોળો ભરાયો પણ દેશ સેવા માટે ભાભીને આપી દીધા બાળકો…

આ છે બાબઈની બીએમઓ ડોક્ટર શોભના ચોક્સે. કોરોના સામેની લડાઇમાં ડોક્ટરોનું સૌથી વધુ યોગદાન છે. આ લડાઇમાં મોટાભાગના ડોક્ટરોએ પોતાના ઘર-પરિવાર અને બાળકોથી વધુ ડ્યુટીને પ્રાથમિક્તા આપી છે. જેમાં અનેક એવા ડોક્ટર પણ સામેલ છે જે માતા બન્યાને થોડા જ સમયમાં પોતાની ડ્યુટી જોઈન કરી લીધી હતી. ડોક્ટર શોભના આવા જ ડોક્ટરોમાંથી એક છે. ડોક્ટર શોભના 22 વર્ષ બાદ સરોગેસીથી 26 માર્ચમાં જુડવા બાળકોની માતા બની છે. પરંતુ જ્યારે તેઓને લાગ્યું કે તેની જરૂરિયાત હાલ દેશને વધુ છે તો તેઓએ પોતાની મમતા પર કંટ્રોલ કર્યો અને ડ્યુટી પર પરત ફરી ગઈ હતી. ડોક્ટર શોભનાને ખબર હતી કે તેના પર બીએમઓની જવાબદારી છે. આથી તે પોતાના બાળકોને ભાભીની ગોદમાં રાખી રોજ ડ્યુટી કરી રહી છે.

ડોક્ટર શોભના ચોક્સેએ પોતાના બાળકોના નામ અંશ અને વંશ રાખ્યા છે. તે કહે છે કે જો આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં જ પોતાની ડ્યુટી નહીં નીભાવે તો પછી આ પ્રોફેશનનો શું મતલબ.

આ તસવીર નવી દિલ્હીની છે. હેલ્થ ટીમ સિવાય અન્ય અધિકારી કર્મચારી પણ પોતાની ડ્યુટી ઇમાનદારીથી નીભાવી રહ્યાં છે.

અવાર-નવાર ડોક્ટર સાથે લોકો દ્વાકા દર્વ્યવ્યવહારના સમાચાર સામે આવતા રહે છે. તેમ છતાં ડોક્ટરો પોતાના કર્મથી પાછળ હટતા નથી. આ તસવીર પણ નવી દિલ્હીની છે.

મુંબઈમાં ડોક્ટર અને હેલ્થ ટીમ પોતાનો જીવ જોખમમાં નાખી કોરોના સંક્રમણને રોકવા સતત ડ્યુટી કરી રહી છે.

મહારાષ્ટ્ર કોરોનાથી વધુ પ્રભાવીત છે. આ ખતરાથી નીપટવા સ્વાસ્થ્ય કર્મચારી સતત પોતાની ડ્યુટી કરી રહ્યાં છે.