જીમ ગયા વગર ઘરે જ કરો આ વર્કઆઉટ, ઝડપથી ઘટવા લાગશે ચરબી

અમદાવાદઃ આપણાં ઘરમાં કે પછી સંબંધીઓના ઘરે અનેક પ્રકારના ફંક્શન હોય છે. આ સમયે આપણે વર્કઆઉટક રતા નથી. એક દિવસ વર્કઆઉટ ના કરીએ એટલે બીજા દિવસે આળસ આવે તે સ્વાભાવિક છે. પછી આપણે રોજ કોઈને કોઈ બહાના બનાવતા થઈ જઈએ છે. આથી જ વર્કઆઉટ રોજ કરવું આવશ્યક છે. જીમ જવા માટે સમય ના મળે તો ઘરે જ વર્કઆઉટ કરવું. જરૂરી નથી કે કોઈ મશીન અથવા કોઈ સાધન હોય તો જ વર્કઆઉટ થાય. વજન ઘટાડવા માટે ડાયટ ફોલો કરવું જરૂરી છે. ડાયટની સાથે વર્કઆઉટ પણ એટલું જ જરૂરી છે.

કેટલાંક લોકો પોતાના ફિગરને લઈ એટલા મુશ્કેલીમાં હોય છે કે તેઓ સવાલ કરતા હોય છે કે 7 દિવસમાં 10 કિલો વજન કેવી રીતે ઓછું થાય? નિયમિત રીતે વર્કઆઉટ અને ડાયટ ફોલો કરવાથી વજન ઘટવા લાગે છે. આજે અમે એવા વર્કઆઉટ કહીશું, જે જીમ ગયા વગર જ વજન ઝડપથી ઉતરશે.

સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર કાયલા ઈટ્સિંસે હાલમાં જ વર્કઆઉટને લઈ એક વીડિયો ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. જો તમે વાસ્તવમાં વજન ઘટાડવા માગતા હોવ તો તમારે એક્સરસાઈઝ માટે કોઈ રૂમ કે પછી કોઈ ઉપકરણની જરૂર નથી. તમારે કૂદવાની પણ જરૂર નથી. તમારે માત્ર ઉભા રહીને જ વર્કઆઉટ કરવાનું છે.

આ વર્કઆઉટમાં કુલ પાંચ બોડી વેટ એક્સરસાઈઝ સામેલ છે.

  •  વૈકલ્પિક સ્ક્વોટ તથા રિવર્સ લંજ – 15 reps, 3 સેટ
  • બર્પી 10 reps, 3 સેટ
  •  રોટેશન 10 reps, પ્રત્યેકમાં 5, 3 સેટ
  •  લે ડાઉન પુશ-અપ (ઘુંટણમાં) 10 reps, 3 સેટ
  •  એક્સ ક્રંચ 10 reps, પ્રત્યેકમાં 5, 3 સેટ

આ વ્યાયામ તમારા એબ્સ, પગ, કોર તથા પીઠ પર કામ કરે છે. આ એક પૂર્ણ બોડી વર્કઆઉટ છે, આ પૂરું કરવામાં 20-25 મિનિટથી વધુ સમય થતો નથી.

આ વર્કઆઉટ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે. વજન ઘટશે, ફેટ બર્ન કરવામાં તથા માંસપેશીઓને ટોનિંગમાં મદદ કરે છે.

(નોંધઃ આ આર્ટિકલ માત્ર સામાન્ય માહિતી માટે છે. આ કોઈ પણ રીતે દવા કે સારવારનો વિકલ્પ હોઈ શકે નહીં. વધુ માહિતી માટે હંમેશાં ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરવો)