ક્યાંક ડોક્ટર્સ દિવસો સુધી નથી મળતાં પરિવારને તો ક્યાંક મુસ્લિમ મહિલાઓએ કરી ભગવાન રામની પૂજા

રાયપુરઃ છત્તીસગઢના રાયપુરમાં કોરોના વિરુદ્ધ જંગમાં અનેક હૃદયસ્પર્શી જાય તેવી કહાની સામે આવી રહી છે. ભારતવાસીઓ સાહસિકતાથી કોરોનાનો સામનો કર્યો છે અને હજુ પણ કરતાં રહશે. આ કહાની બે ડોક્ટરો સાથે જોડાયેલી છે. બંને 16 માર્ચથી ક્વૉરન્ટીન છે. 17માં દિવસે તેમણે પોતાના રૂમનો દરવાજો ખોલ્યો. બહાર તેમની પત્ની અને બાળકો ઉભા હતા. એક-બીજાને જોઇને બધાજ ભાવુક થઇ ગયા. અંદાજે 5 મિનિટ ડોક્ટરોએ સોશિયલ ડિસ્ટેન્સિંગ બનાવી તેની સાથે વાત કરી અને પછી ફરી દરવાજો બંધ કરી લીધો. ડોક્ટરોને આશા છે કે થોડા દિવસમાં બંને સાજા થઇને બહાર નીકળશે. ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજના આ બંને ડોક્ટર 15 માર્ચે જ્યારે દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા તો તેમને 24 કલાક નરેલા સ્થિતિ ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા. જોકે બંનેમાં કોરોનાના લક્ષણ મળ્યા નહોતા. તેમ છતા બંને રાયપુર પરત ફરી પોતાની જાતને આઇસોલેટ કરી લીધી.

આ બંને ડોક્ટર માર્ચના પ્રથમ સપ્તાહમાં જર્મનીમાં એડવાન્સ ટ્રેનિંગ માટે ગયા હતા. આ દરમિયાન કોરોના સંક્રમણ ફેલાયું. જર્મનીમાં ધીમે ધીમે સ્થિતિ ખરાબ થઇ રહી હતી. 14 દિવસની ટ્રેનિંગ બાદ જ્યારે બંને ભારત પરત ફર્યા તો તેઓને સ્થિતિની ગંભીરતાનો અંદાજ આવી ગયો અને જાતે જ નક્કી કરી 16 માર્ચથી ક્વોરેન્ટાઇન કરી લીધા. 16 દિવસ સુધી પત્ની અને બાળકોને મળ્યા નહીં. 17માં દિવસે જ્યારે તેઓ પરિવારને મળ્યા તો ભાવુક થઇ ગયા. મુલાકાત દરમિયાન પણ બંને ડોક્ટરોએ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કર્યું. એક ડોક્ટરે જણાવ્યું કે તે તેઓ ડુપ્લેક્સમાં રહે છે. તેમણે પોતાને નીચેના ફ્લોરમાં ક્વોરેન્ટીન કરી રાખ્યા છે. પત્ની દરવાજા બહારથી ખાવાનું મૂકી જતી રહેતી. થોડા સમય બાદ તેઓ થોડો દરવાજો ખોલી થાળી અંદર કરી લેતા. તેઓ એક ઘરમાં જ રહેતા હોવા છતા મોબાઇલની મદદથી વાતચીત કરતાં હતા.

આ તસવીર નવી દિલ્હીની છે. અહીં કોરોનાના ટેસ્ટિંગ માટે સેન્ટર બનાવવામાં આવ્યા છે.

આ તસવીર નવી દિલ્હીની છે. કોરોના વિરુદ્ધ લડાઇમાં ડોક્ટરો સિવાય પોલીસ પણ સંપૂર્ણ ઇમાનદારીથી ડ્યુટી કરી રહી છે.

કોરોનાની સાથે મજુરોને રોજી-રોટી માટે પણ લડાઇ લડવી પડી રહી છે.

આ તસવીર નવી દિલ્હીની છે. શાકભાજીવાળા ફેરિયાને આશા છે કે ટૂંક સમયમાં જ કોરોનાનું સંકટ હટી જશે.

આ તસવીર નવી દિલ્હીની છે. ચહેરા પર રોજી-રોજીની ચિંતાનો ભાવ છે. પરંતુ કોરોનાને હરાવવાનું સાહસ પણ છે.

શરૂઆતમાં અફરા-તફરી બાદ દેશના મજુરીએ જે સંયમનો પરિચય આપ્યો તે વખાણવા લાયક છે.

આ અદ્બુત તસવીર ઉત્તરપ્રદેશના વારાણસીની છે. અહીં મુસ્લિમ મહિલાઓએ રામનવમી પર ભગવાન રામની આરતી ઉતારી દેશ અને માનવતાને બચાવવા માટે પ્રાર્થના કરી.

સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાથી જ કોરોનાને હરાવી શકાશે.

આટલા મોટા સંકટ છતાં દેશના લોકો જેવી રીતે ગરીબોની મદદ કરી રહ્યાં છે, તેની દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે.

આ તસવીર નવી દિલ્હીની જામા મસ્જિદની છે. કોરોનાને હરાવવા મુસ્લિમ સમુદાય હાલ ઘરે જ નમાઝ પઢી રહ્યાં છે.