યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રીના હનીમૂનની તસવીરો આવી સામે, આ રીતે બન્ને હનીમૂનની માણે છે મજા

ભારતીય ક્રિકેટ ટીમનો સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 22 ડિસેમ્બરે ફેમસ કોરિયોગ્રાફર અને યુટ્યુબર ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યાં હતાં. યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી હાલ હનીમૂન મનાવવા માટે દુબઈ પહોંચ્યા છે જેની તસવીરો સોશિયલ મૂડિયામાં ધૂમ મચાવી રહી છે. બન્ને હાલ યુએઇના દુબઈમાં હનીમૂન અન્જોય કરી રહ્યાં છે. દુબઈ પોતાના શાનદાર લોકેશન માટે જાણીતુ છે.

ત્યાર બાદ આ નવું કપલ હનીમૂન મનાવી રહ્યું છે જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઉપરાંત લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. જે ચાહકોને ખૂબ જ પસંદ આવી હતી અને કમેન્ટ્સ કરી રહ્યાં હતાં.

આ દરમિયાનની તસવીર અને વીડિયો ધનાશ્રી અને યુઝવેન્દ્ર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના માધ્યમથી શેર કરી રહ્યાં છે. જોકે, મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષીએ યુઝવેન્દ્ર અને ધનાશ્રી માટે ડિનર હોસ્ટ કર્યું હતું. આ તસવીરો તે ડિનર સમયની છે.

તસવીરોમાં તમે જોઈ શકો છે કે ધનાશ્રીએ ચુડો પહેર્યો છે. આ સાથે જ હાલ આ કપલ એક બીજાની સાથે રોમાન્સમાં ડૂબેલું છે.

હનીમૂન દરમિયાન ધનાશ્રી ડાન્સ અને મસ્તી કરતી જોવા મળી હતી. તસવીરોમાં તમે ધનાશ્રીની ક્યૂટ અદાઓ જોઈ શકો છો.

ચહલે આ વર્ષ ઓગસ્ટમાં ધનાશ્રી સાથે સગાઈ કરી હતી. યુએઈમાં રમાયેલ ઈન્ડિય પ્રિમિયર લીગ (આઈપીએલ) 2020માં ધનાશ્રી મેદાન પર ચહલને સપોર્ટ કરતી જોવા મળી હતી.

બન્નેની સગાઈની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં.