10 વર્ષથી દેહવ્યાપાર ચલાવતી મહિલાની દિલ્હી સુધી હતી પહોંચ, કર્ફ્યૂમાં પણ ગ્રાહકો કરતાં અવર-જવર અને….

પટિયાલા જિલ્લાના નાભા વિસ્તારમાં ગુરુવાર 9 એપ્રિલે પોલીસે દેહવ્યાપારના અડ્ડા પર દરોડા પાડી બે મહિલા સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં એક મહિલા પોતાના ઘરમાં છેલ્લા 10 વર્ષથી આ દેહવિક્રયનો ધંધો ચલાવી રહી હતી. તેના ઘરમાં અનેક લોકોની આવન-જાવન હતી. સામાન્ય દિવસોની તુલનામાં રવિવારે તો તેના ઘરમાં 60-68થી વધુ લોકો આવતા-જતા હતા. એટલું જ નહીં કર્ફ્યુની સ્થિતિમાં પણ ગ્રાહકોની આવન-જાવન બંધ થઇ નહીં.

ફરિયાદ કરનારા આ વિસ્તારના લોકોનું કહેવું છે કે વિરોધ કરવા પર આરોપી મહિલા પોતાની પહોંચ દિલ્હી સુધી હોવાની વાત કરતી હતી. અનેક વખત ફરિયાદ કરવા છતા પોલીસ કાર્યવાહી કરતી ન હતી. અંતે સ્ટેશન હેડની બદલી થઇ તો આ ગેરકાનુની કામ પર પોલીસે દરોડા પાડ્યા.

ઘટના પટિયાલા જિલ્લાના નાભા વિસ્તારમાં આવેલા મોહલ્લા પાંડુસરની છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં મહિલાની ઓળખ આ મહોલ્લાની સુખવિંદર કૌર અને બાજીગર બસ્તીની મનજીત કૌર તરીકે થઇ છે. તો બલવિંદર સિંહ, સુખવંત સિંહ અને જસપ્રીત સિંહ નામના ત્રણેય પુરુષો ગામ દલદ્દીના રહેવાસી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મોહલ્લાના એક જાગરુક નાગરિકે પોલીસે હેલ્પલાઇન નંબર 112માં કોલ કરી ફરિયાદ દાખલ કરાવી હતી.

આરોપ છે કે અહીં સાંકડી ગલીઓમાં રહેતી સુખવિંદર કૌર પોતાના ઘરમાં છેલ્લા 10 વર્ષથી સેક્સ રેકેટ ચલાવતી હતી. કર્ફ્યુમાં પણ આ ઘરમાં ગ્રાહકોની આવન-જાવન ચાલુ જ હતી. ફરિયાદ પર પોલીસે તુરંત કાર્યવાહી કરી ઘરમાં દરોડા પાડ્યા આ દરમિયાન બે મહિલાઓ અને ત્રણ પુરુષોની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ઇમ્મોરલ ટ્રાફિકિંગ એક્ટ અને કર્ફ્યુમાં મેઝિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘનની કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

મોહલ્લાના લોકો ખાસ કરીને મહિલાઓએ જણાવ્યું કે આ ગોરખધંધા વિશે પોલીસમાં વર્ષોથી ફરિયાદ કરવામાં આવી છતા કોઇ કાર્યવાહી કરવામાં આવી નહીં. રેકેટ સંચાલિકા સુખવિંદર કૌર વિરોધ કરવા પર અવાર નવાર ધમકાવતી કે તેની પહોંચ દિલ્હી સુધી છે. હાલમાં જ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર સરબજીત સિંહ ચીમાએ કાર્યવાહી કરી સામાન્ય લોકોનો ભરોસો પાછો મેળવ્યો છે.