કોઈ પણ કામને નાનું ના સમજો, સલાડ વેચીને કરે છે કરોડોમાં કમાણી

પુણેઃ હોટલમાં રોટલી ખાતા સમયે લોકો વિચારે છે કે ભાઈ સલાડ તો ફ્રીમાં જ મળી જશે, પરંતુ આજકાલ સલાડની વેલ્યૂ વધતી જાય છે. જે લોકોને અલગ અલગ પ્રકારના સલાડ પસંદ છે એ જાણે છે કે સ્વાસ્થ્ય માટે સલાડ કેટલું ફાયદાકારક છે. પૂણેમાં રહેતી આ મહિલાએ સલાડથી જ પોતાનો ખુબ મોટો બિઝનેસ શરૂ કર્યો છે. મહિલાનું નામ મેઘા બાફના છે અને તેમને સલાડનો સ્વાદ લોકો સુધી પહોંચાડવાનો નિશ્ચિય કર્યો અને દુનિયાને બતાવી દીધુ કે સલાડ બિઝનેસથી કેટલી કમાણી થઈ શકે છે.

વર્ષ 2017માં શરૂ કર્યો હતો બિઝનેસઃ તેમણે વર્ષ 2017માં પોતાના આ બિઝનેસની શરૂઆત કરી હતી, મેઘા ઘરથી જ સલાડ બનાવી વૉટ્સએપ પર અન્ય લોકોને મોકલતી હતી અને તેમને ઓર્ડર મળવાનું શરૂ થઈ ગયું. પ્રથમ દિવસે જ મેઘાને પાંચ ઓર્ડર મળ્યા.આ પાંચેય ઓર્ડર મેઘાના મિત્રોએ જ આપ્યા હતા. ધીમે ધીમે લોકોને સલાડ પસંદ આવવા લાગ્યા અને ઓર્ડર વધવા લાગ્યા. વેપાર પણ સતત આગળ વધ્યો.

22 લાખ રૂપિયાની કરી ચૂકી છે કમાણીઃ હવે મેઘા એક બિઝનેસ વુમન છે. તેમણે આ બિઝનેસ 3000 રૂપિયાથી શરૂ કર્યો હતો.અત્યાર સુધી તે આ બિઝનેસથી 22 લાખ રૂપિયા સુધીની કમાણી કરી ચૂકી છે, પરંતુ આ બધુ જ એટલું સરળ ન હતું. સવારના દરરોજ 4.30 વાગ્યે તેઓ ઉઠતા અને બાદમાં સલાડના પેકેટ તૈયાર કરવામાં વ્યસ્ત થઈ જતા. શાકભાજી-ફળો લઈને આવવા, મસાલાઓ તૈયાર કરવા, આ દરેક કામ મેઘા પોતે જ કરતા. અનેક વખત આ બિઝનેસમાં નુકસાન પણ થયું, પરંતુ સતત કામમાં રહ્યા બાદ જલ્દી જ તેમનો બિઝનેસ સેટ થઈ ગયો.

દર મહિનાની કરે છે આટલી કમાણીઃ લોકડાઉન પહેલા સુધીમાં મેઘા પાસે લગભગ 200 રેગ્યુલર કસ્ટમર્સ હતા,તેમને મહિનાની બચત 75,000થી 1 લાખ રૂપિયા સુધીની હતી. ગત ચાર વર્ષોમાં તે લગભગ 22 લાખ રૂપિયા કમાઈ ચૂકી છે. તો જોયુને તમે…. હિંમત કરવાવાળાની ક્યારેય હાર નથી થતી. કોઈ પણ બિઝનેસ કરો માત્ર હિમત ના હારો. બિઝનેસમાં નુકસાની થશે…. અનેક વિચારો પણ આવશે પરંતુ તમે માત્ર નિષ્ઠા અને લગનથી કામ કરતા રહો.