આ ગુજરાતી યુવક કરોડો રૂપિયાની નોકરીને ઠોકર મારીને હવે જીવશે સાદગીપૂર્ણ જીવન

સામાન્ય રીતે લોકો વિદેશમાં લાખો અને કરોડો રૂપિયાની નોકરીનું સપનું જોતા હોય છે, પરંતુ ગુજરાતના એક યુવકે તેને છોડી દેવાનું અને શાંતિનો માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. મધ્યપ્રદેશના શિવપુરીમાં રહેતા હિતેશ ભાઈ ખોનાએ દુબઇમાં કરોડો રૂપિયાની નોકરી છોડીને સંત બનવાનો નિર્ણય લીધો છે.

હિતેશભાઈ ખોના હવે તેની નોકરી છોડીને જૈન સંત બનવાની તૈયારી કરી રહ્યાં છે અને 14 જાન્યુઆરીએ દીક્ષા લીધા બાદ તેઓ કઠિન સાધના પર જતા રહેશે. આ દિવસે હિતેશના માતાપિતા ચંપાબેન અને ભાગચંદ તેમના પુત્રને જૈન સંત આદર્શ મહારાજને સોંપશે.

દુબઇમાં ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હિતેશે જણાવ્યું હતું કે, તેના મોટા ભાઈના લગ્ન અને માતા-પિતા માટે મકાન બનાવતા લાગેલા સમયને લીધે, તે આ નિર્ણય લેવામાં વિલંબ થયો. તેમણે કહ્યું કે, તે ઘણા સમય પહેલા વૈરાગ્ય જીવન અપનાવવા માંગતા હતા.

હિતેશે કહ્યું કે જ્યારે તે 12 મા ધોરણમાં હતો ત્યારે તે એકવાર આચાર્ય નવરત્ન સાગરને મળ્યો હતો, ત્યારબાદ વૈરાગ્ય જીવન પ્રત્યે તેનું આકર્ષણ વધ્યું. ત્યાંથી જૈન ગ્રંથોના અધ્યયનની પ્રેરણા મળી, ત્યારબાદ તેમનો વલણ વધતુ ગયુ.

14 જાન્યુઆરીએ હિતેશ તેમના ગુરુ પાસેથી દીક્ષા લેશે, ત્યારબાદ ભવ્ય સમારોહમાં તેમને સંતની જેમ શણગારવામાં આવશે. હિતેશ મૂળ અમદાવાદના છે. બીકોમ પૂર્ણ કર્યા પછી, તેમણે મુંબઇમાં થોડા સમય માટે ટેક્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું, ત્યારબાદ તે દુબઈ ગયા હતા.