ભારતના પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીનની કારનો સર્જાયો અકસ્માત, પરિવાર સાથે જતો હતો રણથંભૌર

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન ની કારને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં અઝરૂદ્દીનનો જીવ માંડમાંડ બચ્યો હતો. આ અકસ્માત સર્જાયો ત્યારે અફરાતફરીને માહોલ સર્જાયો હતો જ્યારે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. કારમાં અઝહરુદ્દીન પરિવાર સાથે રણથંભૌર જઈ રહ્યો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટના રાજસ્થાન નજીક લાલસોટા કોટા મેગા હાઈવે પર સૂરવાલ નજીક બની હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, આ દૂર્ઘટના રાજસ્થાન નજીક લાલસોટ કોટા મેગા હાઈવે પર સૂરવાલ નજીક સર્જાઈ હતી. 57 વર્ષના ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન પોતાના પરિવારની સાથે રણથંભૌર જઈ રહ્યાં હતા તે દરમિયાન આ દૂર્ઘટના સર્જાઈ હતી.

સુત્રો પ્રમાણે, અઝહરુદ્દીન કેટલાંક લોકો સાથે સવાઈ માધોપુર જઈ રહ્યા હતા. કારમાં ચાર લોકો સવાર હતા. કારનું પાછલું ટાયર અચાનક ફાટી જતાં ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ફુલ મોહમ્મદ ચોક પર પલટી મારી ગઈ હતી. ત્યાર બાદ કાર રોંગ સાઈડ પર જઈ રહી હતી અને રસ્તાની સાઈડમાં આવેલા એક ઢાબામાં કાર ઘૂસી ગઈ હતી.

કાર અંદર ઘૂસી જતાં ઢાબામાં કામ કરી રહેલો એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો. ઘાયલ યુવકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. દૂર્ઘટના બાદ ડીએસપી નારાયણ તિવારી ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. મોહમ્મદ અઝહરુદ્દીન પરિવારની સાથે ન્યૂયર સેલિબ્રેશન માટે સવાઈ માધોપુરના રણથંભૌર જઈ રહ્યાં હતા.અઝહરુદ્દીનની સાથે આવી રહેલી વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત બાદ બીજી કારથી મોહમ્મદ અઝહરુદ્દીનને હોટલ પહોંચાડવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, મોહમ્મદ અઝહરુદ્દીનનો 19 વર્ષનો પુત્ર રોડ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. 7 સપ્ટેમ્બર 2016નાં રોજ એક રોડ અકસ્માતમાં 19 વર્ષના અયાઝુદ્દીનની સ્પોર્ટ્સ બાઈક સ્લીપ થઈ જતાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.