હાય રે ગરીબી…રસ્તા પર દૂધ ઢોળાયું તો ગરીબ માટલામાં ભરવા લાગ્યો દૂધ…

લોકડાઉન દરમિયાન કેટલાક લોકો માટે પેટભરવાની મુશ્કેલ બની ગયું છે. આ વાતની પુષ્ટી કરતી તસવીર સોમવારે 13 તારીખે ઉત્તર પ્રદેશના આગરામાં નજર આવી. અહીં રામબાર ક્રોસિંગ વિસ્તારમાં દૂધથી ભરેલું ટેન્કર પલટી ગયું જેથી રસ્તા પર દૂધની નદીઓ વહેવા લાગી હતી. આ દરમિયાન ત્યાં એક ગરીબ વ્યક્તિ આવ્યો અને રસ્તા પર ઢોળાયેલું દૂધ એક વાસણમાં ભરવા લાગ્યો. તેની નજીક કુતરાનું ટોળું પણ જમીન પર પડેલુ દૂધ પી રહ્યાં હતા.

ન્યૂઝ ચેનલ એનડીટીવીના પત્રકાર કમાલ ખાને આ ઘટનાનો વીડિયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો અને તેઓએ ટ્વીટમાં લખ્યું કે માણસ અને જાનવર સાથ-સાથ દૂધ પીવા લાગ્યા.

એક રિપોર્ટ પ્રમાણે ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આશંકા વ્યક્ત કરી છે કે કોરોના સંકટના સમયે ભારતની અનઓફિશિયલી અર્થવ્યવસ્થા એટલે કે રોજમદારી મજૂરો સહિત અંદાજે 40 કરોડ ભારતીયો સામે આર્થિક સંકટ વધુ ચિંતાજનક રીતે સામે આવશે. સરકારે આવા જ અંદાજે 80 કરોડ લોકોના ખાતામાં ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અને ફૂટ સબસિડીની શરૂઆત કરી છે.

દેશમાં કોરોના વાયરસના 9 હજાર 650થી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 351 લોકોના મૃત્યુ થઇ ગયા છે. ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધીમાં 553 કેસ સામે આવ્યા છે અને 6 લોકોનાં મૃત્યુ થયા છે.

સૌથી વધુ પ્રભાવિત રાજ્યમાં હાલ પ્રથમ નંબર પર મહારાષ્ટ્ર છે. અહીં 2 હજારથી વધુ સંક્રમિત છે અને 154 મૃત્યુ થઇ ચૂક્યા છે. એકલા મુંબઇમાં જ 100 લોકોનાં મૃત્યુ થયા છે.

આ તસવીર જોઈને તમારી આંખમાં આવી આસું જશે. એક બાજુ કૂતરાઓ દૂધ પીતા હતા અને બીજુ બાજુ રોડ પર ઢોળાયેલું દૂધ એક ગરીબ હાથથી વાસણમાં ભરતો હતો.