TVની દુનિયામાં વર્ષો સુધી રાજ કરનારી આ અભિનેત્રીઓ ફિલ્મોમાં પણ કરી ચૂકી છે કામ

અનિતા હસ્સનંદની ટેલિવિઝનની દુનિયામાં ખૂબ જ જાણીતી છે. અનિતાએ 14 એપ્રિલે તેનો 39મો જન્મદિવસ ઉજવ્યો હતો. અનિતા વર્ષોથી ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે. અનિતાની ફેન ફોલોવીંગ પણ ખૂબ સારી છે. તેમણે ટેલિવિઝનની સાથે જ કેટલીય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અનિતાના જન્મદિવસના અવસરે જણાવીએ કે, આટલાં વર્ષોમાં તેના લૂકમાં કેવો બદલાવ આવ્યો છે.

અનિતાએ ફિલ્મ અને ટેલિવિઝનમાં શરૂઆત ‘કભી સૌતન કભી સહેલી’સિરીયલથી કરી હતી. આ સિરિયલમાં અનિતા મુખ્ય રોલમાં હતી. આ ઉપરાંત અનિતાએ તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં પણ કર્યું હતું. અનિતાએ વર્ષ 2003માં ફિલ્મોની શરૂઆત કરી હતી. અનિતાની ફિલ્મી સફરની શરૂઆત થ્રિલર ફિલ્મ ‘કુછ ત હૈ’થી થઈ હતી. ફિલ્મમાં અનિતા વિલન બની હતી.

આ પછી અનિતા સતત ‘કોઈ આપ સા’ અને ‘કૃષ્ણા કોર્ટેજ’ જેવી ફિલ્મોમાં જોવા મળી હતી. અનિતાના કરિયારને નવી દિશા સ્ટાર પ્લસના ચર્ચિત શૉ ‘કાવ્યાંજલિ’થી મળી હતી. બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ આ ટીવી સિરીયલમાં અનિતાએ મુખ્ય રોલ કર્યો હતો. આ સિરીયલથી અનિતાને અલગ જ ઓળખાણ મળી હતી. સિરીયલમાં અનિતા અંજલી નંદાનો રોલ પ્લે કરતી હતી. સિરીયલના ટાઇટલ ટ્રેક અને પ્લૉટને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

અનિતાએ આ પછી ઘણી સિરીયલોમાં કામ કર્યું હતું. વર્ષ 2013માં અનિતાએ સ્ટાર પ્લસની સિરીયલ ‘યે હે મોહબ્બતે’માં નજર આવી હતી. આ સિરીયલમાં અનિતાએ શગુનનો રોલ પ્લે કર્યો હતો. પહેલા શગુનના રોલ સિરીયલમાં નેગેટિવ હતો. પછી ધીરે-ધીરે રોલ પોઝિટિવ કરવામાં આવ્યો હતો. આ સિરીયલમાં અનિતાની ફેશન સેન્સને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

હાલમાં જ અનિતા ટીવી સિરીયલ ‘નાગિન’ની ચોથી સિઝનમાં જોવા મળી હતી. આ પહેલાં અનિતા નાગિનની ત્રીજી સિઝનમાં નજરે આવી હતી. અનિતા અભિનેતા એજાજ ખાન સાથે રિલેશનશિપને લઈને ખૂબ જ ચર્ચામાં હતી. બંનેનાં એન્ગેજમેન્ટનાં પણ સમાચાર પણ સામે આવ્યા હતા.

વર્ષ 2009માં અનિતએ એજાજ સાથે સંબંધ પૂરો કરી દીધો હતો. તે પછી અનિતાએ બિઝનેસમેન રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા હતા. અનિતા અને રોહિત ખૂબ ખૂશીથી પોતાનું જીવન જીવી રહ્યા છે.