ભગવાન બનીને આ કૂતરો મંદિરમાં આવતા-જતાં લોકોને આપી રહ્યો છે આશીર્વાદ - Real Gujarat

ભગવાન બનીને આ કૂતરો મંદિરમાં આવતા-જતાં લોકોને આપી રહ્યો છે આશીર્વાદ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ વીડિયોમાં એક કૂતરો મંદિરના મુખ્ય દરવાજા પર ઓટલાં પર બેઠો જોવા મળે છે, જે આવતા-જતાં ભક્તો સાથે હાથ મિલાવીને તેમને આશીર્વાદ આપી રહ્યો છે. આ વીડિયોને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. જેના વિશે આજે અમે તમને જણાવી રહ્યા છીએ.

Arun Limadiaએ 10 જાન્યુઆરીએ ફેસબુક પર આ પોસ્ટ કર્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પહેલાં વીડિયોમાં મંદિરની બહાર ડૉગી મંદિરમાં આવતા-જતાં લોકો સાથે હાથ મિલાવતા દેખાઈ રહ્યો છે. આ વીડિયોને 11 હજારથી વધુ લોકોએ શેર કર્યો છે.

Arun Limadiaએ શેર કરેલો બીજો વીડિયો બે હજારથી વધુ લોકોએ શેર કર્યો છે. આ વીડિયોમાં ડોગી મંદિરની બહાર નીકળતા વ્યક્તિને આશીર્વાદ આપતો જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો સિદ્ધટેકના સિદ્ધિવિનાયક મંદિરનો કહેવામાં આવી રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, આશરે બે વર્ષ પહેલાં પૂણેથી એક આવો જ વિડિયો વાયરલ થયો હતો. જેમાં કૂતરો કીર્તનમાં શામેલ થતો જોવા મળી રહ્યો છે.

You cannot copy content of this page