આ વકીલે કોરોનાવાઈરસથી બચવાનો એવો શોધ્યો ઉપાય કે તમારા ચહેરા પર આવી જશે હાસ્ય!

લખનઉઃ કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે. દેશભરમાં 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકોને સોશિયલ ડિસ્ટેન્સિંગ નિયમનું પાલન કરવાની વાત કરવામાં આવી રહી છે. એ સાબિત થઇ ચૂક્યું છે કે કોરોના વાયરસના ફેલાતા સંક્રમણને સામાજિક દૂરી બનાવી માત આપી શકાય છે. આથી ઉત્તરપ્રદેશના હાપુડમાં એક વકીલે સોશિયલ ડિસ્ટેન્સિંગ માટે અનોખી રીત અપનાવી છે.


હાપુડ જિલ્લામાં આ વકીલ કોરોના સંક્રમણથી બચવા માટે જંગલમાં રહેવા લાગ્યો છે. વકીલ મુકુલ ત્યાગી ભોજન, પાણી અને ધાર્મિક પુસ્તકો વાંચી લોકડાઉનનું પાલન કરી રહ્યો છે. મુકુલ ત્યાગી અને તેના દીકરાએ કોરોનાના સંક્રમણથી બચવા માટે વૃક્ષ પર જ પોતાનું ઘર બનાવ્યું છે.


કોરોના વાયરસના કારણે કોર્ટ કચેરી બંધ છે. આથી જ વકીલ મુકુલ ત્યાગીનું ઘરમાં મન લાગતુ નથી. પછી તેમણે નિર્ણય લીધો કે તેમણે જંગલમાં જવું જોઇએ અને પછી જંગલ જતા રહ્યાં. જંગલમાં તેમણે બે દિવસ સુધી મહેનત કરી વૃક્ષ પર લાકડાંની મદદથી ટ્રી હાઉસ બનાવ્યું છે.


હાપુડ જિલ્લાના અસૌડા ગામમાં રહેતા મુકુલ ત્યાગીનું કહેવું છે કે અહીં રહીને તેઓ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાની સાથે મનને શાંતિ પણ મળી રહી છે. ડોક્ટરોનું કહેવું છે કે સામાજિક દૂરી જ આ કોરોના મહામારીને રોકવાની રીત છે. આથી તે એકાંતમાં રહે છે અને તેનો આનંદ પણ માણે છે.


ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અહીં દર્દીની સંખ્યા 300ને પાર થઇ ગઇ છે. રાજ્ય સરકારે કોરોના સંકટને ધ્યાને રાખી પ્રદેશના 15 જિલ્લાને કોરોના હોટસ્પોટને સીલ કરવાનું કામ શરૂ કર્યું છે, જેમાં ગૌતમબુદ્ધનગર, મેરઠ, લખનઉ, ગાઝિયાબાદ, કાનપુર જેવા જિલ્લાનો સમાવેશ થાય છે. સાથે જ પ્રદેશમાં સાર્વજનિક સ્થળો પર તમામ નાગરિકો માટે માસ્ક પહેરવાનું અનિવાર્ય કરી દીધું છે.