લૉકડાઉનમાં નથી મળી દારૂ, આ વ્યક્તિએ જે કર્યું તે જાણીને તમારી આંખો પહોળી થઈ જશે

ચેન્નઈ, તમિળનાડુઃ દેશમાં કોરોના વાયરસને ફેલાવાથી રોકવા માટે સરકાર અને તજજ્ઞોએ લોકોને સાફ-સફાઇ રાખવાની સાથે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. જોકે કોયંબતુરમાં આ સેનિટાઇઝરના કારણે એક વ્યક્તિનું મૃત્યુ થઇ ગયું.

વાત એવી છે કે કોયંબતુરમાં 35 વર્ષના એક વ્યક્તિએ સેનિટાઇઝર પી લેતા તેનું મૃત્યુ થઇ ગયું. જે વ્યક્તિનું મૃત્યુ થયું તે એક એજન્સીમાં ગેસ ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.

રિપોર્ટ પ્રમાણે બર્નાર્ડ નામના જે વ્યક્તિનું સેનિટાઇઝર પીવાથી મૃત્યુ થયું, તેને દારૂ પીવાની લત હતી. લોકડાઉનના કારણે દારૂ ના મળવા પર તે ખુબ જ પરેશાન રહેતો હતો. આ દરમિયાન આ વ્યક્તિને એજન્સીએ જે સેનિટાઇઝર હાથ સાફ કરવા માટે આપ્યું હતું, તે જ ગટગટાવી ગયો. બાદમાં તેની તબિયત ખરાબ થતા તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યો.

ત્યારબાદ બર્નાર્ડની પત્ની તેને હોસ્પિટલ લઇ ગઇ પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ગયું. ડોક્ટરોએ બર્નાર્ડને મૃત જાહેર કર્યો. બર્નાર્ડના શરીરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે તો પોલીસે પણ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા આવી જ એક ઘટના સામે આવી ચૂકી છે. કેરળની એક જેલમાં કોરોના વાયરસથી બચવા માટે બનાવવામાં આવી રહેલા સેનિટાઇઝરને કેદીએ દારૂ સમજી પી લીધું. બાદમાં આ કેદીનું મૃત્યુ થઇ ગયું.