ભારતમાતા પણ ધન્ય થઈ આવા સંતાનો મેળવીને, દુલ્હને પરંપરા તોડીને પહેર્યો ડોક્ટરનો કોટ!

નવી દિલ્હીઃ વાત જ્યારે દેશની આવે તો પરંપરાઓ પણ આડે આવતી નથી. આ ડોક્ટર દુલ્હને પણ કોરોના સંક્રમણથી લોકોને બચાવવા માટે વર્ષોથી ચાલી આવતી લગ્ન બાદની એક પરંપરા તોડી નાખી. તે જેવી લગ્ન કરી પરત ફરી તો લગ્ન ચૂડો-મંગલસૂત્ર ઉતારી ડ્યુટી પર ફરત ફરી ગઇ. આ ડોક્ટરનું નામ છે અનિસા સિંહ. એનેસ્થેસિયાની સેકન્ડ યર રેસિડેન્ટ ડોક્ટર અનિસાએ પીબીએમ હોસ્પિટલની સર્જરી રેસિડેન્ટ ડોક્ટર સાહિલ મિઢા સાથે લગ્ન કર્યા છે. આ કપલ 19 માર્ચે લગ્ન કરી ઘરે પરત ફર્યું હતું. 22 માર્ચે જનતા કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું. જેથી ડોક્ટર અનિસાને લાગ્યું કે તેણે ડ્યુટી પર પરત ફરવું જોઇએ. આ દરમિયાન હોસ્પિટલમાં સામાન્ય સર્જરી બંધ કરવામાં આવી હતી.

તમામ ડોક્ટરો કોરોનાના દર્દીઓની સારવારમાં લાગેલા હતાં. ડોક્ટર અનિસાની ડ્યુટી કોરોના પોઝિટિવ દર્દીના આઇસીયુ વોર્ડમાં લગાવવામાં આવી. જ્યારે આ વાતની જાણ તેના પરિવારજનોને થઇ તો તેઓ ચિંતા કરવા લાગ્યા. પંજાબી પરંપરા પ્રમાણે સવા વર્ષ સુધી દુલ્હન લગ્નનો ચૂડો ઉતારતી નથી. ઘરેણા પહેરીને આઇસીયુમાં દાખલ થઇ શકાય નહીં પરંતુ અનિસાએ ઘરવાળાઓને સમજાવ્યા કે દેશથી મોટી સેવા કોઇ નથી. ત્યારબાદ તેણે પોતાની ડ્યુટી જોઇન કરી.

ડોક્ટર અનિસા અને સાહિલ બંને કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહ્યાં છે. ડ્યુટી પૂરી થયા બાદ 14 દિવસ તેમને હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.

આ તસવીર જયપુરની છે. કોરોના સંક્રમણથી બચવા માટે લોકો ઘરમાં કેદ થઇ ગયા છે. દુકાનો પર તાળા મારી દેવામાં આવ્યા છે.

આ તસવીર જયપુરની છે, લોકડાઉનનું પાલન કરવા પોલીસ કડકાઇથી કામ કરી રહી છે.

તો આ તસવીર પુષ્કર સ્થિત બ્રહ્માજીના મંદિરની છે. લોકડાઉનને કારણે મંદિર સૂમસામ બન્યું છે.

આ તસવીર અજમેરની છે. લોકડાઉનના કારણે અહીં લોકોને અવવાની મનાઇ છે. આવી રીતે લોકડાઉનનું પાલન કરવાથી જ કોરોનાને હરાવી શકાય છે.