ખેડૂત આંદોલનમાં 34 વર્ષીય ખેડૂતનું થયું મોત, પરિવારના રડી રડીને હાલ બેહાલ - Real Gujarat

ખેડૂત આંદોલનમાં 34 વર્ષીય ખેડૂતનું થયું મોત, પરિવારના રડી રડીને હાલ બેહાલ

કુંડળી ધરણાસ્થળ પર છાતીમાં દુખાવો થયા બાદ મૃત જાહેર કરાયેલ ખેડૂતની ડેડબોડીનું પોસ્ટ મોર્ટમ કર્યા બાદ ગુરુવારે પરિવારને સોંપવામાં આવ્યું હતું. પોસ્ટમાર્ટમમાં હાર્ટ એટેકથી ખેડૂતનું મોત થઈ ગયું હતું. હોસ્પિટલમાં સબંધીઓની હાલત રોઈ-રોઈને ખરાબ થઈ ગઈ હતી.

બુધવારે પંજાબના લુધિયાણા જિલ્લાના મુલ્લામપુર તાલુકાના ધત્ત ગામના રહેવાસી ખેડૂત જગજીતસિંહ (34) કુંડલી સરહદ પર છાતીમાં દુખાવો થતાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

ગુરુવારે કુંડલી પોલીસે પરિવારના સભ્યોની સંમતિ પર 174ની કાર્યવાહી કરી મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યું છે કે જગજીતસિંહનું મોત હાર્ટ એટેકથી થયું હતું. તેઓ 15 જાન્યુઆરીથી ધરણા પર હતા. તેને ઠંડીને કારણે હાર્ટ એટેક આવ્યો હતો.

પરિવારના સભ્યોએ કહ્યું કે, તે હાર્ટનો દર્દી હતો. તેનો ચાર વર્ષનો છોકરો છે. પરિવાર સાથે તેની પત્ની હરજીંદર કૌર પણ પોસ્ટ મોર્ટમ હાઉસ પહોંચી હતી. તેણી પતિનો મૃતદેહ જોઇને ગુસ્સે થઈ ગઈ હતી. પરિવારના સભ્યોએ પકડી હોવા છતાં હરજીંદર કૌરે તેના પતિના શરીરના કફનને હટાવી દીધુ હતુ.

તેણી ડેડબોડી સાથે એમ્બ્યુલન્સમાં બેસવા માટે લોકો સાથે ઝઘડી પડી હતી. તે વારંવાર એક જ વાત બોલી રહી હતી કે, અમે તને ના પાડી હતી, બાબુ અહીં આવવા માટે. પત્ની હરજીંદર કૌરનો વિલાપ જોઇને દરેકની આંખમાં આંસુ હતા.

You cannot copy content of this page